गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

Dialogue between Ravana and Angada

 

(चौपाई)

तुम्हरे कटक माझ सुनु अंगद। मो सन भिरिहि कवन जोधा बद ॥

तव प्रभु नारि बिरहँ बलहीना। अनुज तासु दुख दुखी मलीना ॥ १ ॥

तुम्ह सुग्रीव कूलद्रुम दोऊ। अनुज हमार भीरु अति सोऊ ॥

जामवंत मंत्री अति बूढ़ा। सो कि होइ अब समरारूढ़ा ॥ २ ॥

सिल्पि कर्म जानहिं नल नीला। है कपि एक महा बलसीला ॥

आवा प्रथम नगरु जेंहिं जारा। सुनत बचन कह बालिकुमारा ॥ ३ ॥

सत्य बचन कहु निसिचर नाहा। साँचेहुँ कीस कीन्ह पुर दाहा ॥

रावन नगर अल्प कपि दहई। सुनि अस बचन सत्य को कहई ॥ ४ ॥

जो अति सुभट सराहेहु रावन। सो सुग्रीव केर लघु धावन ॥

चलइ बहुत सो बीर न होई। पठवा खबरि लेन हम सोई ॥ ५ ॥

(दोहा)

सत्य नगरु कपि जारेउ बिनु प्रभु आयसु पाइ।

फिरि न गयउ सुग्रीव पहिं तेहिं भय रहा लुकाइ ॥ २३(क) ॥ 

सत्य कहहि दसकंठ सब मोहि न सुनि कछु कोह।

कोउ न हमारें कटक अस तो सन लरत जो सोह ॥ २३(ख) ॥ 

प्रीति बिरोध समान सन करिअ नीति असि आहि।

जौं मृगपति बध मेड़ुकन्हि भल कि कहइ कोउ ताहि ॥ २३(ग) ॥ 

जद्यपि लघुता राम कहुँ तोहि बधें बड़ दोष।

तदपि कठिन दसकंठ सुनु छत्र जाति कर रोष ॥ २३(घ) ॥ 

बक्र उक्ति धनु बचन सर हृदय दहेउ रिपु कीस।

प्रतिउत्तर सड़सिन्ह मनहुँ काढ़त भट दससीस ॥ २३(ङ) ॥ 

हँसि बोलेउ दसमौलि तब कपि कर बड़ गुन एक।

जो प्रतिपालइ तासु हित करइ उपाय अनेक ॥ २३(छ) ॥

 

રાવણ અને અંગદ વચ્ચે સંવાદ

 

(દોહરો)  

અંગદ, તારા સૈન્યમાં યુદ્ધ કરે મુજ સાથ,

એવો યોદ્ધો કોણ છે ભીડે યમથી બાથ ?

*

તુજ પ્રભુ સ્ત્રીવિરહે બળહીન, અનુજ એજ દુ:ખથકી મલિન;

સરિતાતટના વૃક્ષસમાન તું ને એ સુગ્રીવ મહાન.

 

ભીરુ વિભીષણ મંત્રી વૃદ્ધ જાંબવાન શું કરશે યુદ્ધ ?

શિલ્પકળા જાણે નલનીલ; કપિ એક મહા છે બળશીલ,

 

બાળ્યું જેણે પુર તે કાળ; સુણીને વદ્યો વાલિકુમાર,

સત્ય કહે હે નિશિચરનાથ, નગર વાનરે બાળ્યું સાચ ?

 

યોદ્ધો માની કરે વખાણ સૈન્યમહીં તે નથી મહાન,

સુગ્રીવતણો પાર્ષદ તે, વીર નથી કહેવાતો એ,

સમાચાર લેવા આવ્યો સેવક છેક જ એ નાનો.

 

(દોહરો)  

પ્રભુની અનુમતિ વિણ ખરે પુર એણે બાળ્યું,

એ ભયથી સુગ્રીવને વદન નવ બતાવ્યું.

 

સત્ય વદે રાવણ બધું, સુણી થતો ના રોષ,

લડતાં શોભે સંગ તુજ વીર ન એવો કોય.

 

પ્રીતિ વિરોધ સમાનથી એવી નીતિ ગણાય,

મૃગપતિ મંડૂકને હણે ઉત્તમ તો ન મનાય.

 

રામ હણે તુજને નથી શોભા એમાં લેશ,

તોપણ ક્ષત્રિય જાતિનો કઠિન ક્રોધ કે દ્વેષ.

 

વક્રોકિતના બાણથી બાળ્યો રાવણપ્રાણ;

શબ્દસાણસે દસમુખે કાઢયાં જાણે બાણ.

 

રાવણ બોલ્યો, કપિતણો ગુણ છે ભારે એક,

પાળનારનું હિત કરે કરી ઉપાય અનેક.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer