गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

The attack on Lanka

 

(चौपाई)

कोट कँगूरन्हि सोहहिं कैसे। मेरु के सृंगनि जनु घन बैसे ॥

बाजहिं ढोल निसान जुझाऊ। सुनि धुनि होइ भटन्हि मन चाऊ ॥ १ ॥

बाजहिं भेरि नफीरि अपारा। सुनि कादर उर जाहिं दरारा ॥

देखिन्ह जाइ कपिन्ह के ठट्टा। अति बिसाल तनु भालु सुभट्टा ॥ २ ॥

धावहिं गनहिं न अवघट घाटा। पर्बत फोरि करहिं गहि बाटा ॥

कटकटाहिं कोटिन्ह भट गर्जहिं। दसन ओठ काटहिं अति तर्जहिं ॥ ३ ॥

उत रावन इत राम दोहाई। जयति जयति जय परी लराई ॥

निसिचर सिखर समूह ढहावहिं। कूदि धरहिं कपि फेरि चलावहिं ॥ ४ ॥ 

(छंद)

धरि कुधर खंड प्रचंड कर्कट भालु गढ़ पर डारहीं।

झपटहिं चरन गहि पटकि महि भजि चलत बहुरि पचारहीं ॥

अति तरल तरुन प्रताप तरपहिं तमकि गढ़ चढ़ि चढ़ि गए।

कपि भालु चढ़ि मंदिरन्ह जहँ तहँ राम जसु गावत भए ॥

(दोहा)

एकु एकु निसिचर गहि पुनि कपि चले पराइ।

ऊपर आपु हेठ भट गिरहिं धरनि पर आइ ॥ ४१ ॥

 

યુદ્ધનું વર્ણન

 

મેરુશિખરે વાદળ મન મોહે તેમ કાંગરે કપિ સહુ સોહે;

વાગ્યાં યુદ્ધમાં ઢોલનિશાન, નાચ્યા યોદ્ધાના લડવાને પ્રાણ.

 

વાગી શરણાઈ અગણિત ભેરી છાતી કંપાવી કાયરકેરી;

જોયા યોદ્ધા વિશાળ અનેક ભાલુ વાનર વીર દરેક.

 

કોઈ દોડે તો ગરજે કોઈ પાડે કિકિયારી શત્રુને જોઈ;

તોડી પર્વત માર્ગ બનાવે, હોઠ કરડે ઉમંગ મનાવે.

 

રામ-રાવણના જયકારે થયો યુદ્ધનો આરંભ ત્યારે;

ફેંક્યા પર્વતખંડ અસુરે, ફેંક્યા પકડીને પાછા કપિએ.

 

(છંદ)

ગિરિખંડ ખૂબ પ્રચંડ વાનર ભાલુ ગઢ પર નાખતા,

પકડી અસુરનાં ચરણ પટકી ધરિત્રી પર નાસતાં;

પડકારતા ચંચળ પ્રતાપી ભાલુકપિ કિલ્લે ચઢી,

જ્યાં ત્યાં ભવનમાં પ્રવેશીને રામયશ હરખે વદી.

 

(દોહરો)   

એક એક નિશિચર ગ્રહી ચાલ્યા કપિ બળવાન,

રાક્ષસ પર પડતા રહ્યા હરતાં સૌના પ્રાણ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer