गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

Meghanada fights with monkey army

 

(चौपाई)

परिहरि बयरु देहु बैदेही। भजहु कृपानिधि परम सनेही ॥

ताके बचन बान सम लागे। करिआ मुह करि जाहि अभागे ॥ १ ॥

बूढ़ भएसि न त मरतेउँ तोही। अब जनि नयन देखावसि मोही ॥

तेहि अपने मन अस अनुमाना। बध्यो चहत एहि कृपानिधाना ॥ २ ॥

सो उठि गयउ कहत दुर्बादा। तब सकोप बोलेउ घननादा ॥

कौतुक प्रात देखिअहु मोरा। करिहउँ बहुत कहौं का थोरा ॥ ३ ॥

सुनि सुत बचन भरोसा आवा। प्रीति समेत अंक बैठावा ॥

करत बिचार भयउ भिनुसारा। लागे कपि पुनि चहूँ दुआरा ॥ ४ ॥

कोपि कपिन्ह दुर्घट गढ़ु घेरा। नगर कोलाहलु भयउ घनेरा ॥

बिबिधायुध धर निसिचर धाए। गढ़ ते पर्बत सिखर ढहाए ॥ ५ ॥

(छंद)

ढाहे महीधर सिखर कोटिन्ह बिबिध बिधि गोला चले।

घहरात जिमि पबिपात गर्जत जनु प्रलय के बादले ॥

मर्कट बिकट भट जुटत कटत न लटत तन जर्जर भए।

गहि सैल तेहि गढ़ पर चलावहिं जहँ सो तहँ निसिचर हए ॥

(दोहा)

मेघनाद सुनि श्रवन अस गढ़ु पुनि छेंका आइ।

उतर्यो बीर दुर्ग तें सन्मुख चल्यो बजाइ ॥ ४९ ॥

 

મેઘનાદ યુદ્ધ માટે જાય છે

 

છોડી વેર છોડો વૈદેહી, ભજો પરમકૃપાળુ સ્નેહી;

લાગ્યાં વચન તેનાં જાણે બાણ; કહ્યું કર અભાગી કલ્યાણ.

 

કાળું મોઢું કરી જાને ચાલી, મોઢું દેખાડતો નહીં આવી;

થયો વૃદ્ધ તું નહિ તો મારી કરી હોત ગતિ તારી ન્યારી.

 

કર્યું માલ્યવંતે અનુમાન હણવા ચાહે છે કરુણાનિધાન;

બોલ્યો મેઘનાદ ક્રોધે ત્યારે, જોજો શક્તિને મારી સવારે.

 

(દોહરો)   

સુતના શબ્દોને સુણી પ્રગટ થયો વિશ્વાસ,

પ્રેમસહિત આસન ધર્યું એને અંકે ખાસ.

*

વીતી રજની થયું ને સવાર, કપિ ગોઠવાયા ચારે દ્ધાર;

ઘેર્યો દુર્ગમ કિલ્લાને ત્યારે થયો નગરે કોલાહલ ભારે.

 

દોડયા રાક્ષસ આયુધ સાથે, ફેંક્યાં પર્વતશિખરોને હાથે;

ગોળા ગગડવા શૈલના લાગ્યા,મેઘ પ્રલયના જાણે કે જાગ્યા.

 

લડતાં કપિ થયા ઘાયલ રણમાં તોયે હિંમતને ધારી મનમાં,

કરવા કિલ્લા પર લાગ્યા પ્રહાર, મર્યા રાક્ષસો પડવાથી માર.

 

(દોહરો)   

કિલ્લો ઘેર્યો વાનરે એમ સુણી ચાલ્યો,

કિલ્લા પરથી ઊતરતાં મેઘનાદ સામો.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer