गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

Hanuman meets Kalnemi on his way

 

(चौपाई)

अस कहि चला रचिसि मग माया। सर मंदिर बर बाग बनाया ॥

मारुतसुत देखा सुभ आश्रम। मुनिहि बूझि जल पियौं जाइ श्रम ॥ १ ॥

राच्छस कपट बेष तहँ सोहा। मायापति दूतहि चह मोहा ॥

जाइ पवनसुत नायउ माथा। लाग सो कहै राम गुन गाथा ॥ २ ॥

होत महा रन रावन रामहिं। जितहहिं राम न संसय या महिं ॥

इहाँ भएँ मैं देखेउँ भाई। ग्यान दृष्टि बल मोहि अधिकाई ॥ ३ ॥

मागा जल तेहिं दीन्ह कमंडल। कह कपि नहिं अघाउँ थोरें जल ॥

सर मज्जन करि आतुर आवहु। दिच्छा देउँ ग्यान जेहिं पावहु ॥ ४ ॥

(दोहा)

सर पैठत कपि पद गहा मकरीं तब अकुलान।

मारी सो धरि दिव्य तनु चली गगन चढ़ि जान ॥ ५७ ॥

 

માર્ગમાં હનુમાનજીનો કાલનેમિ રાક્ષસ સાથે ભેટો

 

એણે રચી માર્ગમાં માયા, સરમંદિરને બાગ બનાવ્યાં;

મારુતસુત દેખી શુભ આશ્રમ જલ પી મટાડવા મારગશ્રમ.

 

મુનિ મળવા તૈયાર થયા આશ્રમમાં સુખસાથ ગયા;

કપટવેશમાં રાક્ષસ એ જ હરખાયો જોઈને છેક.

 

દૂત પરમ માયાપતિનો મોહિત કરવા ભાવ કર્યો,

પવનસુતે પણ કર્યા પ્રણામ, અસુરે ગાયાં પ્રભુ ગુણગાન.

 

લડી રહ્યા રાવણ ને રામ, રામ જીતશે ગુણના ધામ;

બોલ્યો અસુર દેખતો હું દિવ્યદષ્ટિથી દશ્ય બધું.

 

હનુમાને માગ્યાથી જલ એણે ધર્યું લઘુ કમંડલ;

થોડા જલથી નહીં ધરાઉં કહ્યું હનુમાન સહજ સ્વભાવ.

 

(દોહરો)   

વદ્યો અસુર આવો તમે સરમાં સ્નાન કરી,

દીક્ષા આપું તે પછી રહેશે જ્ઞાન મળી.

 

સરમાં પ્રવેશતાં ગ્રહ્યો મગરીએ પગને,

હણતાં વિમાનમાં ગઈ દિવ્યદેહે ગગને.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer