गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

Hanuman brings Sanjivani, Laxman becomes conscious

 

(चौपाई)

हरषि राम भेंटेउ हनुमाना। अति कृतग्य प्रभु परम सुजाना ॥

तुरत बैद तब कीन्ह उपाई। उठि बैठे लछिमन हरषाई ॥ १ ॥

हृदयँ लाइ प्रभु भेंटेउ भ्राता। हरषे सकल भालु कपि ब्राता ॥

कपि पुनि बैद तहाँ पहुँचावा। जेहि बिधि तबहिं ताहि लइ आवा २ ॥

यह बृत्तांत दसानन सुनेऊ। अति बिषाद पुनि पुनि सिर धुनेऊ ॥

ब्याकुल कुंभकरन पहिं आवा। बिबिध जतन करि ताहि जगावा ॥ ३ ॥

जागा निसिचर देखिअ कैसा। मानहुँ कालु देह धरि बैसा ॥

कुंभकरन बूझा कहु भाई। काहे तव मुख रहे सुखाई ॥ ४ ॥

कथा कही सब तेहिं अभिमानी। जेहि प्रकार सीता हरि आनी ॥

तात कपिन्ह सब निसिचर मारे। महामहा जोधा संघारे ॥ ५ ॥

दुर्मुख सुररिपु मनुज अहारी। भट अतिकाय अकंपन भारी ॥

अपर महोदर आदिक बीरा। परे समर महि सब रनधीरा ॥ ६ ॥

(दोहा)

सुनि दसकंधर बचन तब कुंभकरन बिलखान।

जगदंबा हरि आनि अब सठ चाहत कल्यान ॥ ६२ ॥

 

હનુમાનજી સંજીવની બુટ્ટી સાથે પહોંચે છે, લક્ષ્મણની મૂર્છા ટળી

 

ભેટયા મુદિત રામ હનુમાન, અતિકૃતજ્ઞ પ્રભુ પરમ સુજાણ;

સત્વર વૈદે કર્યો ઉપાય, લાવ્યા લક્ષ્મણ જાગૃતિમાંહ્ય.

 

ભેટયા લક્ષ્મણને શ્રીરામ, સેના હરખાઈ કૃતકામ;

સુષેણને લાવેલા જેમ પવનસુતે પહોંચાડયા તેમ.

 

(દોહરો)   

વૃત્તાંત સુણી રાવણે વિષાદ વ્યક્ત કર્યો,

કુંભકર્ણને જતનથી નિદ્રાથી જગવ્યો.

*

કુંભકર્ણ દેખાયો કેવો કાળે દેહ ધર્યો હો એવો;

પૂછયું આર્ત બન્યો છે પ્રાણ મુખમંડળ કેમ બન્યું મ્લાન ?

 

કહી જાનકીહરણ કથા, અનુભવી નહીં લેશ વ્યથા;

કપિએ કર્યો અસુરસંહાર પ્રમુખ વીરને માર્યો માર.

 

દુર્મુખ સુરરિપુ નરભક્ષક અતિકાય અકંપન રક્ષક;

અન્ય મહોદર સરખા વીર રણે હણાયા સૌ રણધીર.

 

(દોહરો)   

કુંભકર્ણ શબ્દો સુણી વ્યથાતુર વદ્યો વાણ,

જગદંબા લાવી હરી મૂર્ખ ચહે કલ્યાણ ?

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer