गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

Kumbhakarna meets Vibhishan in the battlefield

 

(चौपाई)

बंधु बचन सुनि चला बिभीषन। आयउ जहँ त्रैलोक बिभूषन ॥

नाथ भूधराकार सरीरा। कुंभकरन आवत रनधीरा ॥ १ ॥

एतना कपिन्ह सुना जब काना। किलकिलाइ धाए बलवाना ॥

लिए उठाइ बिटप अरु भूधर। कटकटाइ डारहिं ता ऊपर ॥ २ ॥

कोटि कोटि गिरि सिखर प्रहारा। करहिं भालु कपि एक एक बारा ॥

मुर यो न मन तनु टरयो न टारयो।जिमि गज अर्क फलनि को मार्यो॥३॥

तब मारुतसुत मुठिका हन्यो। पर यो धरनि ब्याकुल सिर धुन्यो

पुनि उठि तेहिं मारेउ हनुमंता। घुर्मित भूतल परेउ तुरंता ॥ ४ ॥

पुनि नल नीलहि अवनि पछारेसि। जहँ तहँ पटकि पटकि भट डारेसि ॥

चली बलीमुख सेन पराई। अति भय त्रसित न कोउ समुहाई ॥ ५ ॥

(दोहा)

अंगदादि कपि मुरुछित करि समेत सुग्रीव।

काँख दाबि कपिराज कहुँ चला अमित बल सींव ॥ ६५ ॥

 

કુંભકર્ણ ભાઇ વિભિષણને રણમેદાનમાં મળે છે

 

(દોહરો)   

વિભીષણ સુણી શબ્દને બંઘુતણા ચાલ્યો,

ત્રિભુવનભૂષણ રામની પાસ તરત આવ્યો.

*

નાથ, ભૂધરાકાર શરીર કુંભકર્ણ આવે રણધીર,

સુણી વિભીષણકેરી વાણ દોડયા વાનર અતિબળવાન.

 

કોટિ વૃક્ષ ગિરિશિખરપ્રહાર કર્યા ભાલુકપિએ વિકરાળ,

તોપણ તન ના લેશ ડગ્યું મન તેનું ના તેમ ચળ્યું.

આકડાતણો કર્યે પ્રહાર ગજ પર જેમ પડે ન પ્રભાવ.

 

મુક્કો હનુમાને માર્યો ધરતી પર એને ઢાળ્યો;

એણે તરત જ કરી પ્રહાર પાડયા કપિવરને તત્કાળ.

 

પાડયા નલનીલ વળી વીર, નાઠી સેના બની અધીર,

વરતાવ્યો ભય તેમજ ત્રાસ, રહી નહીં જયકેરી આશ.

 

(દોહરો)   

અંગદાદિ સુગ્રીવને અચેત અન્ય કરી,

દાબી સુગ્રીવ બાહુમાં ચાલ્યો વીર ફરી.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer