गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

The war continues

 

(चौपाई)

कर सारंग साजि कटि भाथा। अरि दल दलन चले रघुनाथा ॥

प्रथम कीन्ह प्रभु धनुष टँकोरा। रिपु दल बधिर भयउ सुनि सोरा ॥ १ ॥

सत्यसंध छाँड़े सर लच्छा। कालसर्प जनु चले सपच्छा ॥

जहँ तहँ चले बिपुल नाराचा। लगे कटन भट बिकट पिसाचा ॥ २ ॥

कटहिं चरन उर सिर भुजदंडा। बहुतक बीर होहिं सत खंडा ॥

घुर्मि घुर्मि घायल महि परहीं। उठि संभारि सुभट पुनि लरहीं ॥ ३ ॥

लागत बान जलद जिमि गाजहीं। बहुतक देखी कठिन सर भाजहिं ॥

रुंड प्रचंड मुंड बिनु धावहिं। धरु धरु मारू मारु धुनि गावहिं ॥ ४ ॥

(दोहा)

छन महुँ प्रभु के सायकन्हि काटे बिकट पिसाच।

पुनि रघुबीर निषंग महुँ प्रबिसे सब नाराच ॥ ६८

 

યુદ્ધનું વર્ણન

 

સજી ભાથું કટિ સારંગ હાથ અરિદલ દલનકાજ રઘુનાથ,

ચાલ્યા કરી ધનુષટંકાર, રિપુદલ બધિર બન્યું તત્કાળ.

 

સત્યસંઘ પ્રભુકેરાં બાણ કાળસર્પશાં સપક્ષપ્રાણ,

ચાલ્યાં જ્યાંત્યાં શોર કરી, અસુર ધરા પર રહ્યા ઢળી.

 

કાપ્યા પદ ઉર શિર ભુજ દંડ, કર્યા શૂરતનના શત ખંડ;

ઘાયલ પડયા મહી પર વીર, ફરી ઊઠયા કો વિરલ અધીર.

 

ગરજે વીર વાગતાં બાણ મેઘસમા; પ્રિય માની પ્રાણ,

કોઈ નાસે, ધડ દોડે, પાડો કાપો સ્વર છોડે.

 

(દોહરો)   

પ્રભુનાં બાણો ક્ષણમહીં  કાપી રાક્ષસ ઘોર,

નિષંગમાં પાછાં ફર્યાં શાંત કરીને શોર.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer