गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

The war continues

 

(चौपाई)

भागे भालु बलीमुख जूथा। बृकु बिलोकि जिमि मेष बरूथा ॥

चले भागि कपि भालु भवानी। बिकल पुकारत आरत बानी ॥ १ ॥

यह निसिचर दुकाल सम अहई। कपिकुल देस परन अब चहई ॥

कृपा बारिधर राम खरारी। पाहि पाहि प्रनतारति हारी ॥ २ ॥

सकरुन बचन सुनत भगवाना। चले सुधारि सरासन बाना ॥

राम सेन निज पाछैं घाली। चले सकोप महा बलसाली ॥ ३ ॥

खैंचि धनुष सर सत संधाने। छूटे तीर सरीर समाने

लागत सर धावा रिस भरा। कुधर डगमगत डोलति धरा ॥ ४ ॥

लीन्ह एक तेहिं सैल उपाटी। रघुकुल तिलक भुजा सोइ काटी ॥

धावा बाम बाहु गिरि धारी। प्रभु सोउ भुजा काटि महि पारी ॥ ५ ॥

काटें भुजा सोह खल कैसा। पच्छहीन मंदर गिरि जैसा ॥

उग्र बिलोकनि प्रभुहि बिलोका। ग्रसन चहत मानहुँ त्रेलोका ॥ ६ ॥

(दोहा)

करि चिक्कार घोर अति धावा बदनु पसारि।

गगन सिद्ध सुर त्रासित हा हा हेति पुकारि ॥ ७० ॥

 

યુદ્ધનું વર્ણન

 

ભાગ્યાં ભાલુ તેમ કપિજૂથ વરુથી જેવાં મેષવરૂથ;

વિકળ પોકારી કરુણ વાણ નાઠાં બચાવવાને પ્રાણ.

 

કહેવા લાગ્યા, અસુર અકાળ કપિકુળ પર પડશે તત્કાળ,

કૃપાવારિધર રક્ષો રામ શરણાગતવત્સલ અભિરામ.

 

કરુણ વચન સુણતાં ભગવાન ચાલ્યા ધરી ધનુષ ને બાણ,

સૈન્ય સકળ રાખી પાછળ ચાલ્યા લડવાને આગળ.

 

શત શર માર્યાં રોષ કરી, અસુરશરીરે ગયાં મળી,

દોડયો કુપિત વાગતાં બાણ, ડોલ્યા ધરતી પર્વત પ્રાણ.

 

શૈલ ગ્રહ્યો કરમાં એણે, તોડયો રઘુપતિએ તેને;

વામ કરમહીં ગિરિ ધારી દોડયો ત્યારે શર મારી,

 

પ્રભુએ તે કર પણ કાપ્યો, તેના જુસ્સાને માપ્યો,

પંખહીન મંદરગિરિ જેમ જોવા લાગ્યો યમની જેમ.

 

(દોહરો)   

ત્રિલોકને ગ્રસવા થયો હોય જેમ તૈયાર,

દોડયો ક્રોધે તેમ તે ઘોર કરી ચિત્કાર.

 

ભયભીત બની સિદ્ધ ને સુર સઘળા નભમાં,

હાહાકાર કરી રહ્યા શોક ભરી મનમાં.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer