गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

The war continues

 

(चौपाई)

दिन कें अंत फिरीं दोउ अनी। समर भई सुभटन्ह श्रम घनी ॥

राम कृपाँ कपि दल बल बाढ़ा। जिमि तृन पाइ लाग अति डाढ़ा ॥ १ ॥

छीजहिं निसिचर दिनु अरु राती। निज मुख कहें सुकृत जेहि भाँती ॥

बहु बिलाप दसकंधर करई। बंधु सीस पुनि पुनि उर धरई ॥ २ ॥

रोवहिं नारि हृदय हति पानी। तासु तेज बल बिपुल बखानी ॥

मेघनाद तेहि अवसर आयउ। कहि बहु कथा पिता समुझायउ ॥ ३ ॥

देखेहु कालि मोरि मनुसाई। अबहिं बहुत का करौं बड़ाई ॥

इष्टदेव सैं बल रथ पायउँ। सो बल तात न तोहि देखायउँ ॥ ४ ॥

एहि बिधि जल्पत भयउ बिहाना। चहुँ दुआर लागे कपि नाना ॥

इत कपि भालु काल सम बीरा। उत रजनीचर अति रनधीरा ॥ ५ ॥

लरहिं सुभट निज निज जय हेतू। बरनि न जाइ समर खगकेतू ॥ ६ ॥

(दोहा)

मेघनाद मायामय रथ चढ़ि गयउ अकास ॥

गर्जेउ अट्टहास करि भइ कपि कटकहि त्रास ॥ ७२ ॥

 

યુદ્ધનું વર્ણન

 

(દોહરો)    

દિનના અંતે સૈન્ય બે પાછાં ઉભય ફર્યાં;

યોદ્ધાઓ રણભૂમિમાં શ્રમિત થયેલ ઘણા.

 

પાવક પામી ઘાસને પ્રબળ બને છે જેમ,

વાનર દળ પણ વધ્યું રામકૃપાથી તેમ.

 

પોતાના મુખથી કહ્યે સુકૃત જેમ ઘટે,

નિશિચર એમ અહર્નિશ ઘટતા ગયા બધે.

 

બંઘુશીશ ઉર રાખતાં કર્યો રાવણે શોક,

નારી છાતી કૂટતાં રડવા લાગી ફોક.

 

કહ્યું મેઘનાદે હવે જોજો મુજ પુરુષાર્થ,

ઈષ્ટદેવથી બળ અને રથને પામ્યો સાર્થ,

 

તે બળનું દર્શન નથી કદી કરાવ્યું મેં,

મહિમા મારો  મુજ મુખે કહી બતાવું શે ?

 

સવાર પડતાં વાનરો ચઢયા ચતુર્દિશ દ્વાર;

રાક્ષસ પણ લડવા થયા કાળસમા તૈયાર.

 

માયામય રથ પર ગયો ગગને ને ગરજ્યો,

મેઘનાદ ભય જગવતો અટ્ટહાસ્ય કરતો.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer