गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

The war continues

 

(चौपाई)

रे खल का मारसि कपि भालू। मोहि बिलोकु तोर मैं कालू ॥

खोजत रहेउँ तोहि सुतघाती। आजु निपाति जुड़ावउँ छाती ॥ १ ॥

अस कहि छाड़ेसि बान प्रचंडा। लछिमन किए सकल सत खंडा ॥

कोटिन्ह आयुध रावन डारे। तिल प्रवान करि काटि निवारे ॥ २ ॥

पुनि निज बानन्ह कीन्ह प्रहारा। स्यंदनु भंजि सारथी मारा ॥

सत सत सर मारे दस भाला। गिरि सृंगन्ह जनु प्रबिसहिं ब्याला ॥ ३ ॥

पुनि सत सर मारा उर माहीं। परेउ धरनि तल सुधि कछु नाहीं ॥

उठा प्रबल पुनि मुरुछा जागी। छाड़िसि ब्रह्म दीन्हि जो साँगी ॥ ४ ॥

(छंद)

सो ब्रह्म दत्त प्रचंड सक्ति अनंत उर लागी सही।

पर्यो बीर बिकल उठाव दसमुख अतुल बल महिमा रही ॥

ब्रह्मांड भवन बिराज जाकें एक सिर जिमि रज कनी।

तेहि चह उठावन मूढ़ रावन जान नहिं त्रिभुअन धनी ॥

(दोहा)

देखि पवनसुत धायउ बोलत बचन कठोर।

आवत कपिहि हन्यो तेहिं मुष्टि प्रहार प्रघोर ॥ ८३ ॥

 

યુદ્ધનું વર્ણન

 

(દોહરો)    

ભાલુ તેમ કપિને હણે હે શઠ તું શાને,

જો મુજને, છું કાળ હું આવ્યો તુજ માટે.

 

પુત્રનાશ કરનાર, હું તને રહ્યો શોધી;

કહ્યું રાવણે શરથકી રસ્તો અવરોધી.

 

શતખંડ કર્યા શરતણા તરત લક્ષ્મણે ત્યાં,

નિરર્થક વળી બળ કર્યાં કોટિ આયુધોના.

 

શરપ્રહારથી રથ અને સારથિનાશ કર્યો,

માર્યાં શત શર ભાલમાં, રિપુ નવ તોય ડર્યો.

 

પેઠાં પર્વત શિખરમાં સર્પ જેમ સૌ તે;

ઉરમાં શત શર વાગતાં ઢળ્યો ધરા પર એ.

 

ભાન આવતાં અતિબલી ઊઠીને અસુરે,

ફેંકી શક્તિ ક્રોધથી અર્પી બ્રહ્માએ.

 

(છંદ)

એ શક્તિ લક્ષ્મણના હૃદય પર બરાબર લાગી રહી,

વ્યાકુળ બન્યું અંતર ધરા પર તન રહ્યું સત્વર ઢળી;

રાવણ ઉપાડી ના શક્યો; શિર જેમના બ્રહ્માંડ આ,

રજકણસમાન વિરાજતું તેને સમર્થ ઉપાડવા,

રાવણ હતો સ્વપ્નેય ના; એ જાણતોતો મર્મ ના.

 

(દોહરો)    

દેખી દોડયા પવનસુત વચનો કહી કઠોર;

મુષ્ટિપ્રહાર કર્યો તરત વીર રાવણે ઘોર.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer