गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

The war continues

 

(चौपाई)

जानु टेकि कपि भूमि न गिरा। उठा सँभारि बहुत रिस भरा

मुठिका एक ताहि कपि मारा। परेउ सैल जनु बज्र प्रहारा ॥ १ ॥

मुरुछा गै बहोरि सो जागा। कपि बल बिपुल सराहन लागा ॥

धिग धिग मम पौरुष धिग मोही। जौं तैं जिअत रहेसि सुरद्रोही ॥ २ ॥

अस कहि लछिमन कहुँ कपि ल्यायो। देखि दसानन बिसमय पायो ॥

कह रघुबीर समुझु जियँ भ्राता। तुम्ह कृतांत भच्छक सुर त्राता ॥ ३ ॥

सुनत बचन उठि बैठ कृपाला। गई गगन सो सकति कराला ॥

पुनि कोदंड बान गहि धाए। रिपु सन्मुख अति आतुर आए ॥ ४ ॥

(छंद)

आतुर बहोरि बिभंजि स्यंदन सूत हति ब्याकुल कियो।

गिर यो धरनि दसकंधर बिकलतर बान सत बेध्यो हियो ॥

सारथी दूसर घालि रथ तेहि तुरत लंका लै गयो।

रघुबीर बंधु प्रताप पुंज बहोरि प्रभु चरनन्हि नयो ॥

(दोहा)

उहाँ दसानन जागि करि करै लाग कछु जग्य।

राम बिरोध बिजय चह सठ हठ बस अति अग्य ॥ ८४ ॥

 

યુદ્ધનું વર્ણન

 

(દોહરો)    

જાનુ ટેકવી ના પડયા પૃથ્વી પર હનુમાન,

ઊઠી રોષે કટુ કર્યો રિપુ પર મુષ્ટિપ્રહાર.

 

વજ્રપ્રહારે શૈલસમ રાવણ વિવશ પડયો;

સચેત બનતાં શક્તિની કરી પ્રશસ્તિ રહ્યો.

 

હનુમાન વદ્યા, જીવતો સુરદ્રોહી તું રહ્યો,

પૌરુષ ધિક્કાર હો મુજને વળી અહો !

 

કપિવર લક્ષ્મણકાયને લાવ્યા રામસમીપ,

રાવણને વિસ્મય થયો વિલોકતાં એ વીર્ય.

 

રાવ વદ્યા, લક્ષ્મણ તમે સમજો અંતરમાં,

કૃતાંતભક્ષક બંઘુ છો સુરરક્ષક જગના.

 

ઊઠયા સુણતાં વચનને લક્ષ્મણ પરમકૃપાળ;

ગગનમહીં શક્તિ ગઈ સત્વર એ વિકરાળ.

 

(છંદ)

ધનુબાણ સાથે બની આતુર શત્રુ સામે લક્ષ્મણે,

આવી કર્યો રથ તથા સારથિનાશ અતુલિતશા બળે;

શત શર ઉરે માર્યા, પડયો વ્યાકુળ ધરા પર રાવણ,

રથમાં લઈને અન્ય સારથિ ગયો પુરમાં સત્વર.

 

(દોહરો)    

દશાનને જાગી કર્યો જયને માટે યજ્ઞ,

રામવિરોધી આગ્રહી અધિક બન્યો એ અજ્ઞ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer