गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

Ravana performs yagna; Monkeys interrupts it half-way

 

(चौपाई)

इहाँ बिभीषन सब सुधि पाई। सपदि जाइ रघुपतिहि सुनाई ॥

नाथ करइ रावन एक जागा। सिद्ध भएँ नहिं मरिहि अभागा ॥ १ ॥

पठवहु नाथ बेगि भट बंदर। करहिं बिधंस आव दसकंधर ॥

प्रात होत प्रभु सुभट पठाए। हनुमदादि अंगद सब धाए २ ॥

कौतुक कूदि चढ़े कपि लंका। पैठे रावन भवन असंका ॥

जग्य करत जबहीं सो देखा। सकल कपिन्ह भा क्रोध बिसेषा ॥ ३ ॥

रन ते निलज भाजि गृह आवा। इहाँ आइ बक ध्यान लगावा ॥

अस कहि अंगद मारा लाता। चितव न सठ स्वारथ मन राता ॥ ४ ॥

(छंद)

नहिं चितव जब करि कोप कपि गहि दसन लातन्ह मारहीं।

धरि केस नारि निकारि बाहेर तेऽतिदीन पुकारहीं ॥

तब उठेउ क्रुद्ध कृतांत सम गहि चरन बानर डारई।

एहि बीच कपिन्ह बिधंस कृत मख देखि मन महुँ हारई ॥

(दोहा)

जग्य बिधंसि कुसल कपि आए रघुपति पास।

चलेउ निसाचर क्रुर्द्ध होइ त्यागि जिवन कै आस ॥ ८५ ॥

 

રાવણ યજ્ઞ કરે છે, વાનરો યજ્ઞને અધવચ્ચેથી અટકાવે છે

 

(દોહરો)    

માહિતી એની મેળવી વદ્યા વિભીષણ, રામ,

સિદ્ધ યજ્ઞ બનતાં થશે અજય પૂર્ણ કૃતકામ.

 

માટે રાવણ યજ્ઞનો કરવો ઘટતો નાશ;

રામે યોદ્ધા મોકલ્યા અંગદ સરખા ખાસ.

 

રમતમાત્રમાં સૌ ગયા નિર્ભય ભવનમહીં,

કરી રહેલો યજ્ઞ ત્યાં રાવણ ધૈર્ય ધરી.

 

કપિ ક્રોધે બોલ્યા તજી રણને આવ્યો ઘેર,

લાજહીન, બક જેમ તું ધ્યાન કરે શી પેર ?

 

કર્યો અંગદે અસુર પર ક્રોધે લતાપ્રહાર,

તોપણ ઊઠયો એ નહીં, જોયું નહીં લગાર.

*

જોયું ન એણે લેશ ત્યારે ક્રોધથી વાનર બધા,

લાગ્યા પકડવા ને કરડવા દાંતથી એને અહા;

 

નારી બધીયે બહાર કાઢી કેશને પકડી પછી,

પોકારતી અસહાય બનતાં, ક્રોધથી ત્યારે તપી.

 

ઊઠયો દશાનન કપિચરણને પકડતાં પટકી રહ્યો;

સંહાર યજ્ઞતણો કરાયો દીન એ દેખી થયો.

 

(દોહરો)    

વિધ્વંસ કરી કુશળ કપિ પહોંચ્યા રઘુપતિ પાસ;

ચાલ્યો રાવણ રોષથી ત્યાગી જીવનઆશ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer