गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

The war continues

 

(चौपाई)

एहीं बीच निसाचर अनी। कसमसात आई अति घनी।

देखि चले सन्मुख कपि भट्टा। प्रलयकाल के जनु घन घट्टा ॥ १ ॥

बहु कृपान तरवारि चमंकहिं। जनु दहँ दिसि दामिनीं दमंकहिं ॥

गज रथ तुरग चिकार कठोरा। गर्जहिं मनहुँ बलाहक घोरा ॥ २ ॥

कपि लंगूर बिपुल नभ छाए। मनहुँ इंद्रधनु उए सुहाए ॥

उठइ धूरि मानहुँ जलधारा। बान बुंद भै बृष्टि अपारा ॥ ३ ॥

दुहुँ दिसि पर्बत करहिं प्रहारा। बज्रपात जनु बारहिं बारा

रघुपति कोपि बान झरि लाई। घायल भै निसिचर समुदाई ॥ ४ ॥

लागत बान बीर चिक्करहीं। घुर्मि घुर्मि जहँ तहँ महि परहीं ॥

स्त्रवहिं सैल जनु निर्झर भारी। सोनित सरि कादर भयकारी ॥ ५ ॥

(छंद)

कादर भयंकर रुधिर सरिता चली परम अपावनी।

दोउ कूल दल रथ रेत चक्र अबर्त बहति भयावनी ॥

जल जंतुगज पदचर तुरग खर बिबिध बाहन को गने।

सर सक्ति तोमर सर्प चाप तरंग चर्म कमठ घने ॥

(दोहा)

बीर परहिं जनु तीर तरु मज्जा बहु बह फेन।

कादर देखि डरहिं तहँ सुभटन्ह के मन चेन ॥ ८७ ॥

 

યુદ્ધનું વર્ણન

 

અસંખ્ય આસુરી સેના કોલાહલ મચાવતી,

આવી ત્યાં; વાનરો સામે ચાલ્યા નૂતનશક્તિથી,

થઈને સજ્જ જાણે કે વાદળાં પ્રલયંકર,

કટારો તલવારો શી ચમકી ચપલાસમ !

 

ગજ રથ તુરગ અવાજ કઠોર, ગરજે જાણે વાદળ ઘોર;

વ્યાપ્યાં વ્યોમે કપિનાં પુચ્છ જાણે સુંદર મેઘધનુષ,

ધૂળ ઊડતી જલની ધાર, બાણ બિંદુની વૃષ્ટિ અપાર.

 

ગિરિનો બંને તરફ પ્રહાર વજ્રપાતસમ વારંવાર;

વરસ્યા રઘુપતિ રોષે બાણ ઘાયલ થયો અસુર સમુદાય.

 

બાણ વાગતાં પાડી ચીસ પડતા અસુરો જ્યાં ત્યાં નીચ;

રક્ત વહેતું અંગ તજી ગિરિ જ્યમ ઝરણ રહે ન ભજી.

 

(છંદ)

ભયભીત કાયરને કરીને રુધિરની સરિતા વહી,

બે સૈન્યના તટ, રથો રેતી, ઘૂમરી પૈડાંતણી;

જલજંતુ ગજપદ ચરતુરગ ખર વિવિધ વાહનનાં બન્યાં,

શરશક્તિ તોમર સર્પ, ચાપ તરંગ, ઢાલ કમઠ થયા.

 

(દોહરો)    

વીર તીર તરુસમ પડયા, મજ્જા જાણે ફીણ;

કાયર દેખીને ડર્યા, પેખે સુખે પ્રવીણ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer