गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

Indra sends chariot for Ram

 

(चौपाई)

देवन्ह प्रभुहि पयादें देखा। उपजा उर अति छोभ बिसेषा ॥

सुरपति निज रथ तुरत पठावा। हरष सहित मातलि लै आवा ॥ १ ॥

तेज पुंज रथ दिब्य अनूपा। हरषि चढ़े कोसलपुर भूपा ॥

चंचल तुरग मनोहर चारी। अजर अमर मन सम गतिकारी ॥ २ ॥

रथारूढ़ रघुनाथहि देखी। धाए कपि बलु पाइ बिसेषी ॥

सही न जाइ कपिन्ह कै मारी। तब रावन माया बिस्तारी ॥ ३ ॥

सो माया रघुबीरहि बाँची। लछिमन कपिन्ह सो मानी साँची ॥

देखी कपिन्ह निसाचर अनी। अनुज सहित बहु कोसलधनी ॥ ४ ॥

(छंद)

बहु राम लछिमन देखि मर्कट भालु मन अति अपडरे।

जनु चित्र लिखित समेत लछिमन जहँ सो तहँ चितवहिं खरे ॥

निज सेन चकित बिलोकि हँसि सर चाप सजि कोसल धनी।

माया हरी हरि निमिष महुँ हरषी सकल मर्कट अनी ॥

(दोहा)

बहुरि राम सब तन चितइ बोले बचन गँभीर।

द्वंदजुद्ध देखहु सकल श्रमित भए अति बीर ॥ ८९ ॥

 

ઇન્દ્ર શ્રીરામ માટે દિવ્ય રથ મોકલે છે

 

(દોહરો)    

પ્રભુનો રથ ના પેખતાં દેવો પામ્યા ક્ષોભ,

રથને ઈન્દ્રે મોકલ્યો માતલિ સાથ અશોક.

*

તેજપુંજ રથ દિવ્ય અનૂપ, બેઠા રામ અવધપુર ભૂપ;

ચંચળ અશ્વ મનોહર ચાર અજર અમર મનસમ ફરનાર.

 

રથારૂઢ દેખીને રામ વાનર બન્યા અધિક બળવાન;

સહી શક્યો રાવણ ના માર કર્યો તદા માયાવિસ્તાર.

 

રઘુવરને માયા ન અડી, લક્ષ્મણ કપિએ સત્ય ગણી;

જોયા લક્ષ્મણસહ બહુ રામ કપિએ સેનામહીં તમામ.

 

(છંદ)

રિપુસૈન્યમાં બહુ રામલક્ષ્મણ દેખતાં વાનર ડર્યા,

સૌ સ્તબ્ધ ચિત્રાંકિતસમા કપિભાલુ ને લક્ષ્મણ બન્યા;

નિજ સૈન્ય ચકિત નિહાળતાં હસતાં સજી શર ચાપ પર,

માયા હણી ક્ષણવારમાં, સેના થઈ હર્ષિત સકળ.

 

(દોહરો)    

રામે સૌને દેખતાં વચન કહ્યાં ગંભીર,

દ્વંદ્વયુદ્ધ પેખો હવે, શ્રમિત થયા સૌ વીર.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer