गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

Mandodari laments on Ravana's death

 

(चौपाई) 

पति सिर देखत मंदोदरी। मुरुछित बिकल धरनि खसि परी

जुबति बृंद रोवत उठि धाईं। तेहि उठाइ रावन पहिं आई ॥ १ ॥

पति गति देखि ते करहिं पुकारा। छूटे कच नहिं बपुष सँभारा ॥

उर ताड़ना करहिं बिधि नाना। रोवत करहिं प्रताप बखाना ॥ २ ॥

तव बल नाथ डोल नित धरनी। तेज हीन पावक ससि तरनी ॥

सेष कमठ सहि सकहिं न भारा। सो तनु भूमि परेउ भरि छारा ॥ ३ ॥

बरुन कुबेर सुरेस समीरा। रन सन्मुख धरि काहुँ न धीरा ॥

भुजबल जितेहु काल जम साईं। आजु परेहु अनाथ की नाईं ॥ ४ ॥

जगत बिदित तुम्हारी प्रभुताई। सुत परिजन बल बरनि न जाई ॥

राम बिमुख अस हाल तुम्हारा। रहा न कोउ कुल रोवनिहारा ॥ ५ ॥

तव बस बिधि प्रपंच सब नाथा। सभय दिसिप नित नावहिं माथा ॥

अब तव सिर भुज जंबुक खाहीं। राम बिमुख यह अनुचित नाहीं ॥ ६ ॥

काल बिबस पति कहा न माना। अग जग नाथु मनुज करि जाना ॥ ७ ॥

(छंद)

जान्यो मनुज करि दनुज कानन दहन पावक हरि स्वयं।

जेहि नमत सिव ब्रह्मादि सुर पिय भजेहु नहिं करुनामयं ॥

आजन्म ते परद्रोह रत पापौघमय तव तनु अयं।

तुम्हहू दियो निज धाम राम नमामि ब्रह्म निरामयं ॥

(दोहा)

अहह नाथ रघुनाथ सम कृपासिंधु नहिं आन।

जोगि बृंद दुर्लभ गति तोहि दीन्हि भगवान ॥ १०४ ॥

 

 

રાવણના મૃત્યુ પર મંદોદરી વિલાપ કરે છે

 

પતિશિર પેખી મંદોદરી મૂર્છિત વિકળ ધરા પર ઢળી;

યુવતીવૃંદ રડતું ત્યાં આવ્યું, રાવણસમીપ એને લાવ્યું.

 

ગતિ પેખી કરતાં પોકાર, કચતનની ન રહી સંભાળ;

તાડન ઉરનું રહી કરી, શક્તિ વખાણી અશ્રુ ધરી.

 

ધરા ધ્રુજતી બળથી રોજ, અગ્નિ સૂર્ય શશિ ખોતાં ઓજ;

શેષકમઠ ના સહતા ભાર તન તે ઢળ્યું ધરા પર આજ.

 

વરુણ કુબેર સુરેશ સમીર લડયા રણે ના ધારી ધીર;

સાંઈ, જીત્યા યમ ને કાળ બળથી, આજ બન્યા અસહાય.

 

પ્રભુતાની છે જગને જાણ, સુતપરિજનની ફરતી આણ,

રહ્યું નહીં કોઈ રડનાર, રામવિમુખના એવા હાલ.

 

વશ સહુ વિધિસૃષ્ટિ હતી નાથ, નમતા લોકપાલ ભયસાથ;

હવે અંગને જંબુક ખાય, રામવિમુખનું એમ જ થાય.

 

કાળવિવશ માન્યું ન તમે, નર માન્યા જગના પતિને.

 

(છંદ)

જાણ્યા મનુજશા દનુજડવન દહનપાવક પ્રભુ સ્વયં,

શિવ દેવ બ્રહ્મા નમે ન ભજ્યા તેમને કરુણામયં;

જન્મી કર્યું પરદ્રોહરત પાપૌઘમય તનને તમે,

અર્પ્યું છતાંય સ્વધામ વંદન એ નિરંજન બ્રહ્મને.

 

(દોહરો)            

અહા નાથ, રઘુનાથસા કૃપાસિંઘુ ના અન્ય,

યોગીદુર્લભ ગતિ ધરી કર્યા તમોને ધન્ય.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer