गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

Deities extols Ram

 

(चौपाई) 

तब रघुपति अनुसासन पाई। मातलि चलेउ चरन सिरु नाई ॥

आए देव सदा स्वारथी। बचन कहहिं जनु परमारथी ॥ १ ॥

दीन बंधु दयाल रघुराया। देव कीन्हि देवन्ह पर दाया ॥

बिस्व द्रोह रत यह खल कामी। निज अघ गयउ कुमारगगामी ॥ २ ॥

तुम्ह समरूप ब्रह्म अबिनासी। सदा एकरस सहज उदासी ॥

अकल अगुन अज अनघ अनामय। अजित अमोघसक्ति करुनामय ॥ ३ ॥

मीन कमठ सूकर नरहरी। बामन परसुराम बपु धरी ॥

जब जब नाथ सुरन्ह दुखु पायो। नाना तनु धरि तुम्हइँ नसायो ॥ ४ ॥

यह खल मलिन सदा सुरद्रोही। काम लोभ मद रत अति कोही ॥

अधम सिरोमनि तव पद पावा। यह हमरे मन बिसमय आवा ॥ ५ ॥

हम देवता परम अधिकारी। स्वारथ रत प्रभु भगति बिसारी ॥

भव प्रबाहँ संतत हम परे। अब प्रभु पाहि सरन अनुसरे ॥ ६ ॥

(दोहा)

करि बिनती सुर सिद्ध सब रहे जहँ तहँ कर जोरि।

अति सप्रेम तन पुलकि बिधि अस्तुति करत बहोरि ॥ ११०

 

દેવો સ્તુતિ કરે છે

 

રઘુપતિનું અનુશાસન પામી માતલિ ગયો ચરણ શિર નામી;

આવ્યા દેવ સદા સ્વારથી, વદ્યા વચન જેમ પરમારથી.

 

દીનબંધુ રઘુરાય દયાળ કરી દેવ પર કૃપા અપાર;

વિશ્વદ્રોહરત ખલ કામી નિજ અઘ મર્યો કુમારગગામી.

 

સદા એકરસ સમ અવિનાશ પરબ્રહ્મ તમે સહજ ઉદાસ;

અકલ અગુણ અજ અનઘ અમોઘ, અજય અનામય કરુણાસ્ત્રોત.

 

મીન કમઠ સૂકર નરહરી વામન પરશુરામ વપુ ધરી,

જ્યારે પણ દુ:ખ પામ્યા દેવ, તમે કરી સ્નેહથકી સેવ.

 

મલિન હૃદય ખલ આ સુરદ્રોહી કામલોભમદરત અતિક્રોધી,

અધમાધમ ગતિ પામ્યો શ્રેષ્ઠ આશ્ચર્ય થયું અમને એ જ.

 

ઉત્તમ અધિકારી અમ દેવ સ્વાર્થે વિસરી ભક્તિસેવ,

ભવસાગરમાં પડયા સદાય, આવ્યા શરણે પાહિ દયાળ !

 

(દોહરો)            

અરજ સાથે સૌ સિદ્ધસુર રહ્યા પ્રણામ કરી,

પુલકિત તન બ્રહ્મા રહ્યા સ્તુતિ સપ્રેમ ધરી.

  

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer