गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

Dashratha showers blessings on Ram

 

(चौपाई) 

तेहि अवसर दसरथ तहँ आए। तनय बिलोकि नयन जल छाए ॥

अनुज सहित प्रभु बंदन कीन्हा। आसिरबाद पिताँ तब दीन्हा ॥ १ ॥

तात सकल तव पुन्य प्रभाऊ। जीत्यों अजय निसाचर राऊ ॥

सुनि सुत बचन प्रीति अति बाढ़ी। नयन सलिल रोमावलि ठाढ़ी ॥ २ ॥

रघुपति प्रथम प्रेम अनुमाना। चितइ पितहि दीन्हेउ दृढ़ ग्याना ॥

ताते उमा मोच्छ नहिं पायो। दसरथ भेद भगति मन लायो ॥ ३ ॥

सगुनोपासक मोच्छ न लेहीं। तिन्ह कहुँ राम भगति निज देहीं ॥

बार बार करि प्रभुहि प्रनामा। दसरथ हरषि गए सुरधामा ॥ ४ ॥

(दोहा)

अनुज जानकी सहित प्रभु कुसल कोसलाधीस।

सोभा देखि हरषि मन अस्तुति कर सुर ईस ॥ ११२ ॥

 

દશરથ શ્રીરામને આશીર્વાદ આપે છે

 

એ અવસર પર દશરથ આવ્યા સુત નિહાળતાં અશ્રુ છવાયાં

રામ લક્ષ્મણે કર્યા પ્રણામ; આશીર્વાદ ધર્યા અભિરામ.

 

તાત, સકળ તમ પુણ્યપ્રભાવ હાર્યો અજય નિશાચરરાવ;

સુણી વચન રોમાંચ થયાં, નયન ભરાઈ અશ્રુ ગયાં.

 

રામે પૂર્વ પ્રેમઅનુમાન કરી એમને આપ્યું જ્ઞાન;

ભેદભક્તિ પ્રગટેલી મન મળ્યું ન એથી મુક્તિધન.

 

સગુણોપાસક મોક્ષ ન લે, રામ એમને ભક્તિ દે;

પ્રભુને કરી અનેક પ્રણામ દશરથ ગયા મુદિત સુરધામ.

 

(દોહરો)            

અનુજ જાનકી સહિત પ્રભુ કુશળ કોશલાધીશ,

શોભા જોઈ સ્તુતિ કરી રહ્યા સુખી સુર-ઈશ.

  

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer