गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

Vibhishan begs Ram to visit his place

 

(चौपाई) 

करि बिनती जब संभु सिधाए। तब प्रभु निकट बिभीषनु आए ॥

नाइ चरन सिरु कह मृदु बानी। बिनय सुनहु प्रभु सारँगपानी ॥ १ ॥

सकुल सदल प्रभु रावन मार यो। पावन जस त्रिभुवन बिस्तार यो ॥

दीन मलीन हीन मति जाती। मो पर कृपा कीन्हि बहु भाँती ॥ २ ॥

अब जन गृह पुनीत प्रभु कीजे। मज्जनु करिअ समर श्रम छीजे ॥

देखि कोस मंदिर संपदा। देहु कृपाल कपिन्ह कहुँ मुदा ॥ ३ ॥

सब बिधि नाथ मोहि अपनाइअ। पुनि मोहि सहित अवधपुर जाइअ ॥

सुनत बचन मृदु दीनदयाला। सजल भए द्वौ नयन बिसाला ॥ ४ ॥

(दोहा)

तोर कोस गृह मोर सब सत्य बचन सुनु भ्रात।

भरत दसा सुमिरत मोहि निमिष कल्प सम जात ॥ ११६(क) ॥ 

तापस बेष गात कृस जपत निरंतर मोहि।

देखौं बेगि सो जतनु करु सखा निहोरउँ तोहि ॥ ११६(ख) ॥  

बीतें अवधि जाउँ जौं जिअत न पावउँ बीर।

सुमिरत अनुज प्रीति प्रभु पुनि पुनि पुलक सरीर ॥ ११६(ग) ॥ 

करेहु कल्प भरि राजु तुम्ह मोहि सुमिरेहु मन माहिं।

पुनि मम धाम पाइहहु जहाँ संत सब जाहिं ॥ ११६(घ) ॥

 

વિભિષણ શ્રીરામને પોતાના રાજપ્રાસાદમાં આવવા વિનવે છે

 

કરી પ્રાર્થના શંભુ સિધાવ્યા ત્યારે નિકટ વિભીષણ આવ્યા;

ચરણે વંદી વદ્યા મૃદુ વાણી, સુણો હે પ્રભુ સારંગપાણિ !

 

સેનાકુળ સાથે રાવણ માર્યો; યશ ત્રિભુવનમાં વિસ્તાર્યો;

દીનહીન મલિનમતિ મુજને કરી કરુણા રાખ્યો સદા શરણે.

 

કરો પાવન ગૃહ હવે મારું, મટે થાક કરો સ્નાન ન્યારું;

જોઈ સંપત્તિલક્ષ્મી ને હર્મ્ય આપો કપિને કૃપાળુ સહર્ષ.

 

મને અપનાવી લો બધી રીતે, જાઓ સાથે અવધપુરી પ્રીતે;

સુણી શબ્દને દીનદયાળ દ્રવ્યા, છલકાયાં નયન વિશાળ.

 

(દોહરો)

રામ વદ્યા, ગૃહકોશ તુજ મારું છે સૌ કાંય,

ભરતદશા સંભારતાં નિમીષ યુગશી જાય.

 

તાપસવેશ ગાત્ર કૃશ ભજે મને દિનરાત,

ઉપાય સદ્ય કરો મળું એને કે સાક્ષાત.

 

અવધિ વીતતાં જો જઉં જીવિત મળું ના વીર;

સ્મરતાં ભરતપ્રીતિ પ્રભુ પુલકિત બન્યા લગીર.

 

કરો કલ્પ સુધી રાજ્યને સ્મરો સદા મુજને,

પામી લેશો ધામ મુજ મળતું મુનિજનને.

  

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer