गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

लंकाकांड

   
< BACK

Lanka Kand

NEXT >

Ram takes monkey army with him

 

(चौपाई) 

अतिसय प्रीति देख रघुराई। लिन्हे सकल बिमान चढ़ाई ॥

मन महुँ बिप्र चरन सिरु नायो। उत्तर दिसिहि बिमान चलायो १ ॥

चलत बिमान कोलाहल होई। जय रघुबीर कहइ सबु कोई ॥

सिंहासन अति उच्च मनोहर। श्री समेत प्रभु बैठै ता पर ॥ २ ॥

राजत रामु सहित भामिनी। मेरु सृंग जनु घन दामिनी ॥

रुचिर बिमानु चलेउ अति आतुर। कीन्ही सुमन बृष्टि हरषे सुर ॥ ३ ॥

परम सुखद चलि त्रिबिध बयारी। सागर सर सरि निर्मल बारी ॥

सगुन होहिं सुंदर चहुँ पासा। मन प्रसन्न निर्मल नभ आसा ४ ॥

कह रघुबीर देखु रन सीता। लछिमन इहाँ हत्यो इँद्रजीता ॥

हनूमान अंगद के मारे। रन महि परे निसाचर भारे ॥ ५ ॥

कुंभकरन रावन द्वौ भाई। इहाँ हते सुर मुनि दुखदाई ॥ ६ ॥

(दोहा)

इहाँ सेतु बाँध्यो अरु थापेउँ सिव सुख धाम।

सीता सहित कृपानिधि संभुहि कीन्ह प्रनाम ११९(क) ॥  

जहँ जहँ कृपासिंधु बन कीन्ह बास बिश्राम।

सकल देखाए जानकिहि कहे सबन्हि के नाम ॥ ११९(ख) ॥

 

શ્રીરામ બધા વાનરોને પોતાની સાથે વિમાનમાં લઇ જાય છે

 

અતિશય પ્રીત પેખતાં પ્રાણ સૌને લીધા તરત વિમાન;

મનોમન નમી વિપ્રચરણ ચાલ્યા ઉત્તર દિશા તરફ.

 

થયા સતત ત્યાં શોરબકોર જય રઘુવર સ્વર ચારેકોર;

વિમાનમાં સિંહાસન ઉચ્ચ બેઠા પ્રભુ ત્યાં જગના ભૂપ.

 

બેઠા પ્રભુ ત્યાં સીતાસાથ, નીરખી હૈયું રહ્યું ના હાથ;

સુમેરુ પર ચપલા ઘનશ્યામ એમ જ સોહ્યાં સીતારામ.

 

વેગે આગળ વધ્યું વિમાન, વરસ્યા સુમનો દેવ તમામ;

ત્રિવિધ વાયુ વાવા લાગ્યો, મળ્યો લહાવો વણમાગ્યો.

 

સાગર સરિતા સર આકાશ નિર્મળ બની દિશાઓ ખાસ;

ચતુર્દિશ સરસ શુકન થયા, મન પ્રસન્ન સૌનાંય બન્યાં.

 

(દોહરો)

રામ વદ્યા, સીતા અહીં રણની ધરતીમાં,

હણ્યો લક્ષ્મણે શૌર્યથી મેઘનાદને હા !

 

અંગદને હનુમંતથી માર્યા અસુર ગયા,

કુંભકર્ણ રાવણ અહીં યમના ગ્રાસ થયા.

 

સેતુ રચી સ્થાપ્યા અહીં શંકરને સુખધામ;

સીતા સાથે રઘુવરે શિવને કર્યા પ્રણામ.

 

કૃપાસિંધુએ વનમહીં કરેલ જ્યાં વિશ્રામ,

સ્થાન બતાવ્યાં તે કહી વૈદેહીને નામ.

  

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer