રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

કેવટનો પ્રસંગ

(અયોધ્યાકાંડ)

 

રામ જનતાના, એના સામાન્ય શ્રેણીના ભક્તપુરુષો પર પ્રેમભાવ રાખતા એ એમની વિશેષતા હતી.

- શ્રી યોગેશ્વરજી

 

< Back | Ayodhya Kand | Next >

       

ગુહનો રામને માટેનો પ્રેમભાવ પ્રબળ હતો. રામને પણ એને માટે એવો જ અસાધારણ પ્રેમ હતો. રામ જનતાના એના સામાન્ય શ્રેણીના ભક્તપુરુષો પર પ્રેમભાવ રાખતા એ એમની વિશેષતા હતી.

ગુહે રામની સારી રીતે સેવા કરી.

કવિએ રામચરિતમાનસમાં વર્ણવેલો કેવટનો પ્રસંગ અતિશય રોચક છે. કેવટનું હૃદય નિર્દોષ હોવાથી એ રામચરણને ધોવાની ઇચ્છા દર્શાવે છે. એ ચરણના સંજીવન સ્પર્શે શિલાની અહલ્યા થઇ ગયેલી તેમ એની નાવ નારી થઇ જાય એવી આશંકાથી. કેવટ નિર્દોષ હોવાથી જ એવું બોલી શકેલો.

સરિતા પાર કરી, નાવમાંથી ઉતરીને સીતાએ એને રત્નજડિત વીંટી આપવા માંડી. રામે એવી રીતે એને ભાડું લેવા જણાવ્યું.

કેવટે એને લેવાની ના પાડી. રામે એને ભક્તિનું વરદાન આપ્યું.

એ આખોય પ્રસંગ ખૂબ જ સુંદર, રસમય તથા પ્રેરક બન્યો છે. એને માટે કવિને જેટલા પણ અભિનંદન આપીએ એટલાં ઓછા છે.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer