રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

એક અગત્યની વાત

(અયોધ્યાકાંડ)

 

વચનપાલન ગમે તે પરિસ્થિતિમાં પૂર્ણપણે થવું જ જોઇએ. એમાં કશી બાંધછોડને અવકાશ ના હોય.

- રામચરિતમાનસ

 

< Back | Ayodhya Kand | Next >

       

અયોધ્યાનું વિહંગાવલોકન પૂરું કરતી વખતે એક અગત્યની વાતને વિચારી લઇએ.

રામના રાજ્યાભિષેક જેવા અતિ અગત્યના અવસર પર, રાજ્યાભિષેકનો નિર્ણય અગાઉથી લેવાયેલો હોવાં છતાં પણ ભરતને એના સમાચાર મોકલીને શત્રુઘ્નની સાથે બોલાવવામાં નથી આવતો એ જરા વિચિત્ર લાગે છે. મુનિ વશિષ્ઠ, દશરથ કે રામ પણ એને બોલાવવાની ઇચ્છા નથી પ્રદર્શાવતા. રામના વનગમન પછી સચિવના પાછા ફર્યા બાદ દશરથનું મૃત્યુ થાય છે. તે પછી ભરત દિવસો પછી અયોધ્યામાં આવે છે. એટલે ભરતનો અયોધ્યાપ્રવેશ કોઇ કારણ સિવાય ખૂબ જ મોડો કરાવવામાં આવ્યો છે. એ પ્રવેશ રાજ્યાભિષેકના અમુલખ અવસર પર થયો હોત તો ઠીક થાત. 

ચિત્રકૂટ પર ભરત પ્રજાના સર્વ પ્રતિનિધિઓ સાથે મુનિ વશિષ્ઠને અને માતાઓને લઇને રામને પાછા લાવવા પહોંચ્યા તોપણ રામ પાછા ના ફર્યા. કૈકેયીએ પશ્ચાતાપ કર્યો, ભરતે વ્યથા દર્શાવી, પ્રજાજનોને પાછા ફરવા પ્રાર્થના કરી, તો રામે પાછા ફરવું નહોતું જોઇતું ?

એક જ પ્રજાજનના કથનને મહત્વનું માનીને જે રામે પાછળથી સીતાનો ત્યાગ કર્યો તે રામ પ્રજાજનોના સંયુક્ત અવાજને શી રીતે અવગણી શક્યા ? એ પાછા ફર્યા હોત તો લોકલાગણીનો વિજય થાત. એમાં કશું અનુચિત નહોતું છતાં રામ અચળ રહ્યા. એમણે માન્યું કે વચનપાલન ગમે તે પરિસ્થિતિમાં પૂર્ણપણે થવું જ જોઇએ. એમાં કશી બાંધછોડને અવકાશ ના હોય. એ પાછા ફરત તો કેટલાકને એમાં રાજ્યશ્રીને ભોગવવાની ભાવનાનું દર્શન થાત એટલે એમના વચનપાલનની દ્રઢતાને સમજવાની આવશ્યકતા છે. એને સમજવાથી એમને અન્યાય નહીં થાય.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer