રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

વાનરો વિશે

(રામચરિતમાનસ)

 

રામાયણકાળમાં દક્ષિણ ભારતમાં માનવોની વાનરનામની વિશેષ જાતિ હતી. આજે નાગાલેન્ડમાં નાગજાતિ છે તેમ. વાનરો મનુષ્યેતર નહોતા, માનવો જ હતા. એમની આગવી સભ્યતા હતી. એમની વિદ્યા, સંપત્તિ, કળા સઘળું સુવિકસિત હતું.

- શ્રી યોગેશ્વરજી

 

< Back | Bal Kand | Next >

       

નામવિષયક વિચારોના અનુસંધાનમાં આગળ એક બીજો પણ દોહો દેખાય છે.

"પ્રભુ રામ વૃક્ષની નીચે રહેતા હતા અને વાનરો વૃક્ષની ડાળ પર. વાનરોની એવી અસભ્યતા હતી. તોપણ રામે એમને પોતાના જેવા બનાવી દીધા. તેથી તુલસીદાસ કહે છે કે રામસમાન શીલનિધાન સ્વામી બીજા કોઇયે નથી."

 

प्रभु तरु तर कपि डार पर ते किए आपु समान ॥

तुलसी कहूँ न राम से साहिब सीलनिधान ॥

 

એ દોહા પરથી અને રામચરિતમાનસમાં આવેલા એવા કેટલાક બીજા ભાવો પરથી કેટલાકને પ્રશ્ન થાય છે કે વાનરો ખરેખર વૃક્ષો પર વસનારા મનુષ્યેતર પ્રાણી હતા? ચિત્રકારોએ પણ એમને એવા ચિતર્યા છે. એ શુ સાચેસાચ અસભ્ય હતા?

એ પ્રશ્નોના પ્રત્યુત્તરમાં આપણે કહીશું કે ના.

વાસ્તવિકતાને વફાદાર રહીને કહેવું હોય તો કહી શકાય ને શંકારહિત શબ્દોમાં કહી શકાય કે વાનરો માનવો જ હતા. રામાયણકાળમાં દક્ષિણ ભારતમાં માનવોની વાનરનામની વિશેષ જાતિ હતી. આજે નાગાલેન્ડમાં નાગજાતિ છે તેમ. વાનરો મનુષ્યેતર નહોતા, માનવો જ હતા. ચિત્રકારોએ અને કથાકારોએ એમને અન્યથા ચિતર્યા કે રજૂ કર્યા હોય તો તે બરાબર નથી. એમનામાં વાલિ, હનુમાન, સુગ્રીવ, અંગદ જેવા વીર યોદ્ધાઓ તથા વિદ્વાનો હતા. એમની આગવી સભ્યતા હતી. એમની વિદ્યા, સંપત્તિ, કળા સઘળું સુવિકસિત કે શકવર્તી હતું. વાલ્મીકિ રામાયણમાં એના પર સવિશેષ પ્રકાશ પાડવામાં આવ્યો છે એટલે એ સિવાયની બીજી નિરાધાર ભ્રાંત માન્યતાને તિલાંજલિ આપવી જોઇએ.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer