રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

અતિવિસ્તાર

(રામચરિતમાનસ)

 

રામચરિતમાનસનું કદ કથાઓ અને ઉપકથાઓને લીધે વધ્યું છે. એને મૂળ રામકથાને વફાદાર રહીને, એની ગુણવત્તાને હાનિ પહોંચાડ્યા સિવાય ટૂંકાવી શકાયું હોત. એથી કવિતાકૃતિની શોભા વધત.

- શ્રી યોગેશ્વરજી

 

< Back | Bal Kand | Next >

       

રામચરિતમાનસની મૂળ કથા - રામકથાને આરંભાતા વાર લાગે છે. વંદના, નામમહિમા, રામચરિતમાનસનો વિસ્તારપૂર્વક પરિચય, રામજન્મની પૂર્વભૂમિકા અને એવાં એવાં વર્ણનો ઘણી જગ્યા રોકી લે છે. એ વર્ણનો મૂળ વિષયથી કેટલીકવાર તદ્દન જુદાં, અસંગત અને વધારેપડતાં વિસ્તારવાળા લાગે છે. એવા વર્ણનો અબાધિત રીતે પૃષ્ઠોનાં પૃષ્ઠો સુધી ચાલે છે. વાચકની કસોટી કરે છે. કવિ એવા મૂળ વિષય સાથે સુસંગત ના કહી શકાય એવા વધારે પડતા વિસ્તારને ટાળી શક્યા હોત. કિન્તુ કોઇ કારણે ટાળી શક્યા નથી એ હકિકત છે.

એટલે રામચરિતમાનસનો રસાસ્વાદ લેનારને અવારનવાર થાય છે કે કવિ હવે બીજી આડીઅવળી વાતોને મૂકીને સીધા જ રામજન્મની વાત પર આવી જાય અને આગળની કથાને કહેવા માંડે તો સારું. મને પોતાને પણ વારંવાર કહેવાનું મન થતું કે, 'તુલસીજી, કથા કરોને! આવા વર્ણનોની પાછળ વખત વિતાવવાની આવશ્યકતા નથી.' પરંતુ તુલસીદાસને ધાર્યા કરતાં વધારે નિરાંત લાગે છે. એમને કથા કરવાની ઇચ્છા વધારે છે એટલે નવીનવી પૌરાણિક વાતો અને પેટાવાતોને વર્ણવતા જાય છે. એવી રીતે કથાનો વિસ્તાર વધતો જ જાય છે. રામચરિતમાનસના બાલકાંડનું કદ એવી કથાઓ અને ઉપકથાઓને લીધે વધ્યું છે. એને મૂળ રામકથાને વફાદાર રહીને, એની ગુણવત્તાને હાનિ પહોંચાડ્યા સિવાય ટૂંકાવી શકાયું હોત. એથી કવિતાકૃતિની શોભા વધત.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer