રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

પરશુરામનું પાત્ર

(બાલ કાંડ)

 

"મુનિ તમે વિચારીને બોલો. તમારો ક્રોધ ઘણો વધારે અને અમારી ભૂલ છેક નાની છે. ધનુષ્ય પુરાતન હતું તે અડકતાં વેંત જ તૂટી ગયું. એને માટે હું શું કામ અભિમાન કરું ?"

- શ્રી રામ

 

< Back | Bal Kand | Next >

       

સીતાના સુપ્રસિદ્ધ સ્વયંવરમાં રામે શિવના ધનુષ્યનો ભંગ કરીને સીતાને તથા મિથિલાપતિ રાજા જનકને સંતોષ અને આનંદ આપ્યો. એ પછી તરત જ પરશુરામનો પ્રવેશ થયો. શૃંગારરસના આરંભમાં જાણે કે વીરરસ આવી પહોંચ્યો. રામચરિતમાનસના કવિએ એ પ્રસંગને સારી રીતે રજૂ કર્યો છે. એ પ્રસંગમાં લક્ષ્મણની નીડરતા તથા વિનોદવૃતિનું દર્શન થાય છે. એ પ્રસંગ કવિતાના પવિત્ર પ્રવાહમાં સહજ લાગે છે અને અવનવો રસ પૂરો પાડે છે.

પરશુરામ સાથેના સંવાદમાં રામના આ શબ્દો સરસ છેઃ

राम कहा मुनि कहहु बिचारी । रिस अति बड़ि लघु चूक हमारी ॥

छुअतहिं टूट पिनाक पुराना । मैं कहि हेतु करौं अभिमाना ॥

"રામે કહ્યું કે મુનિ તમે વિચારીને બોલો. તમારો ક્રોધ ઘણો વધારે અને અમારી ભૂલ છેક નાની છે. ધનુષ્ય પુરાતન હતું તે અડકતાં વેંત જ તૂટી ગયું. એને માટે હું શું કામ અભિમાન કરું ?"

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer