રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

સંપાતિની દૈવી દ્રષ્ટિ

(કિષ્કિન્ધાકાંડ)

 

જે સો યોજન સમુદ્રને ઓળંગશે અને બુદ્ધિનો ભંડાર હશે તે જ રામનું કાર્ય કરી શકશે.

- સંપાતિ

 

< Back | Kiskindha Kand | Next >

       

અરણ્યકાંડમાં સંપાતિનું પાત્ર સવિશેષ ઉલ્લેખનીય છે. સંપાતિ દૈવી દ્રષ્ટિથી સંપન્ન હતો.

સાગરના પ્રશાંત તટપ્રદેશ પર સુગ્રીવના આદેશથી સીતાની શોધમાં નીકળેલા વાનરોને એનો સહસા સમાગમ થયો. એણે વાનરોને જણાવ્યું કે મારા વચનને સાંભળીને તમે  પ્રભુકાર્યમાં પ્રવૃત બનો. ત્રિકૂટ પર્વત પર લંકાપુરી વસેલી છે. ત્યાં સ્વભાવથી જ નિર્ભય રાવણ રહે છે. અને અશોક નામનું ઉપવન છે. એમાં સીતા ચિંતાતુર બનીને વિરાજમાન છે. હું એને જોઇ શકું છું. જે સો યોજન સમુદ્રને ઓળંગશે અને બુદ્ધિનો ભંડાર હશે તે જ રામનું કાર્ય કરી શકશે.

 

जो नाघइ सत जोजन सागर।

करइ सो राम काज मति आगर॥

 

જટાયુના ભાઇ સંપાતિનું એ માર્ગદર્શન સૌને માટે ઉપયોગી થઇ પડ્યું.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer