|
શિવપાર્વતીના
લીલાપ્રસંગની કથાનો આરંભ દક્ષ પ્રજાપતિના યજ્ઞપ્રસંગથી કરાયો હોત તો એમાં કશું
અનૌચિત્ય નહોતું.
કથા, કવિતા કે
નાટક અને ચિત્રાલેખનમાં આપણાં પરમારાધ્ય દેવી દેવતાઓને સ્થાન આપતી વખતે એમના
સાંસ્કૃતિક આધ્યાત્મિક ગૌરવને અખંડ રાખીએ એ અત્યંત આવશ્યક છે. એકના મહિમાને
વધારવાને માટે અન્યના મહિમાને ઘટાડવાની અથવા ઊતરતો બતાવવાની આવશ્યકતા નથી હોતી.
શિવની પેઠે પાર્વતીને પણ પ્રથમથી જ રામનું જયગાન ગાતાં બતાવી શક્યાં હોત. રામને
માટે શંકા કરતાં ના આલેખીને અને છતાં પણ ધારેલો હેતુ સિદ્ધ કરીને એમના, શિવના
અને રામનાં ત્રણેના વ્યક્તિત્વની ઉદાત્તતાને દર્શાવી શકાત.
પાર્વતી, ભગવાન
શંકરની ઇચ્છા ના હોવા છતાં, પોતાના પિતા દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં જઇ પહોંચ્યાં
પરંતુ એનું પરિણામ શંકરના પૂર્વકથનાનુસાર શુભ, સુખદ, સાનુકૂળ ના આવ્યું. એ
યજ્ઞમાં શંકરને માટે સન્માનીય સ્થાન નહોતું મળ્યું. પાર્વતીથી શંકરની અવહેલના
ના સહેવાઇ એ એમનો શંકર પ્રત્યેનો અવર્ણનીય અનુરાગ બતાવે છે.
એમણે યોગાગ્નિથી
શરીરને બાળી નાખ્યું ત્યારે સઘળા યજ્ઞસ્થાનમાં હાહાકાર થઇ રહ્યો.
अस कहि जोग अगिनि तनु जारा
। भयउ सकल मख हाहाकारा ॥
સતીએ પોતાના
શરીરને યજ્ઞના અગ્નિથી બાળ્યું હોત તો રામચરિતમાનસમાં એનો સ્પષ્ટ રીતે ઉલ્લેખ
કરીને 'યજ્ઞ
અગિનિ'
અથવા '
યાગ અગિનિ '
જેવા સમાનાર્થી શબ્દોને યોજવામાં આવ્યા હોત. પરંતુ એવા શબ્દોને બદલે
'
જોગ અગિનિ '
શબ્દ પ્રયોજાયો છે. એ સૂચવે છે કે સતીએ પોતાના શરીરને યોગની વિશિષ્ટ શક્તિથી
પ્રગટાવેલા યોગાગ્નિની મદદથી પ્રજ્વલિત કરેલું. સતી સ્વયં યોગસિદ્ધ હોવાથી એમને
માટે એવું મૃત્યુ અશક્ય ના લેખાય.
શરીરને છોડવાનો
સંકલ્પ કરતી વખતે અને તે પછી પણ સતીનું મન શંકરમાં જ રમી રહેલું. એમના અંતરમાં
શંકર વિના બીજું કશું જ નહોતું.
હોય પણ ક્યાંથી
?
એમનું સમસ્ત જીવન શંકરમય હતું મરણ એમાં અપવાદરૂપ ક્યાંથી હોય
?
|