રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

હિમાલયને ત્યાં જન્મ

(શિવ-પાર્વતી પ્રસંગ)

 

સતીનો જન્મ હિમાલયને ત્યાં થયો એનો અર્થ કોઇ ઘટાવતું હોય તો એવો ના ઘટાવે કે જડ અચળ પર્વતને ત્યાં થયો. એનો ભાવાર્થ એ છે કે હિમાલયના પર્વતીય પ્રદેશના રાજાને ત્યાં જન્મ થયો.

- શ્રી યોગેશ્વરજી

 

< Back | Bal Kand | Next >

       

ભારતીય સંસ્કૃતિ જન્મજન્માંતરમાં વિશ્વાસ રાખે છે. રામચરિતમાનસમાં એ વિશ્વાસનો પ્રતિઘોષ પડ્યો છે. ભારતીય સંસ્કૃતિના સૌથી અધિક લોકપ્રિય મહાગ્રંથો ત્રણ : ભગવદગીતા, રામાયણ તથા ભાગવત. તે ત્રણે મહામૂલ્યવાન મહાગ્રંથો જનામાંતરના વિશ્વાસને વ્યક્ત કરે છે.

દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં દેહત્યાગ કર્યા પછી સતીનો હિમાલયને ત્યાં પુનર્જન્મ થયો. રામચરિતમાનસમાં હિમાલય, ગિરીશ, હિમવાન, હિમવંત, હિમગિરિ, શૈલ, ગિરિ જેવાં જુદાંજુદાં નામોનો નિર્દેશ કરાયો છે. એ નામો એક જ વ્યક્તિનાં સૂચક છે.

સતીનો જન્મ હિમાલયને ત્યાં થયો એનો અર્થ કોઇ ઘટાવતું હોય તો એવો ના ઘટાવે કે જડ અચળ પર્વતને ત્યાં થયો. એનો ભાવાર્થ એ છે કે હિમાલયના પર્વતીય પ્રદેશના રાજાને ત્યાં જન્મ થયો.

દેવર્ષિ નારદની પ્રેરણાથી એમની અંદર શંકરને માટે તપ કરવાની ભાવના જાગી. પૂર્વના પ્રબળ શુભ સંસ્કારોના સુપરિમામ રૂપે એમને નાનપણથી જ શંકર પ્રત્યે આકર્ષણ જાગ્યું. અને અદમ્ય અનુરાગ થયો.

उपजेउ सिव पद कमल सनेहू ।

માતાપિતાની અનુમતિ મેળવીને પાર્વતી વનમાં તપ કરવા ગયાં.

उर धरि उमा प्रानपति चरना । जाइ बिपिन लागीं तपु करना ॥

अति सुकुमार न तनु तप जोगू । पति पद सुमिरि तजेउ सबु भोगू ॥

"પ્રાણપતિ શંકરનાં ચરણોને હૃદયમાં રાખીને ઉમાએ વનમાં વસીને તપ કરવા માંડ્યું. એમનું શરીર અતિશય સુકુમાર હોવાથી તપને યોગ્ય ના હોવા છતાં પણ, પતિનાં ચરણોને સ્મરીને સર્વ પ્રકારના ભોગોને છોડી દીધા."

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer