રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

પાર્વતીની પ્રતિક્રિયા

(શિવ-પાર્વતી પ્રસંગ)

 

સાધકને અથવા આરાધકને પોતાના સદગુરુમાં અથવા આરાધ્યદેવમાં સમજપૂર્વકનો અચળ અગાધ વિશ્વાસ હોવો જોઇએ. તો જ તેની સાધના સફળ થાય.

- શ્રી યોગેશ્વરજી

 

< Back | Bal Kand | Next >

       

સપ્તર્ષિઓએ પાર્વતીની પાસે પહોંચીને કામદહનના સમાચાર સંભળાવ્યા ત્યારે પાર્વતીએ જે પ્રતીભાવ પ્રકટ કર્યો એ અદભુત હતો. કવિએ એ પ્રતિભાવને સરસ રીતે રજૂ કર્યો છે.

सुनि बोलीं मुसकाइ भवानी । उचित कहेहु मुनिबर बिग्यानी ॥

तुम्हरें जान कामु अब जारा । अब लगि संभु रहे सबिकारा ॥

"એ સાંભળીને પાર્વતીએ સ્મિત કરતાં કહ્યું કે વિજ્ઞાની મુનિવરો ! તમે યોગ્ય જ કહ્યું છે. તમારી માહિતી મુજબ કામને હમણાં જ બાળવામાં આવ્યો છે, અને અત્યાર સુધી શંકર વિકારી હતા."

"પરંતુ મારી સમજ પ્રમાણે શંકર સદા યોગી, અજન્મા, અનિંદ્ય, અકામ, ભોગરહિત છે. મેં એમને એવું માનીને જ સેવ્યા છે. એ કૃપાનિધાન ભગવાન મારી પ્રતિજ્ઞાને સાર્થક કરશે. તમે જે કહ્યું કે શંકરે કામને બાળી નાખ્યો તે તમારું અતિઘોર અજ્ઞાન છે. અગ્નિનો સહજ સ્વભાવ છે કે હિમ તેની પાસે નથી પહોંચતું. પહોંચે તો નાશ પામે છે. મહેશ તથા કામદેવના સંબંધમાં પણ એવું જ સમજવાનું છે."

तात अनल कर सहज सुभाऊ । हिम तेहि निकट जाइ नहिं काऊ ॥

गएँ समीप सो अवसि नसाई । असि मन्मथ महेस की नाई ॥

એવા પરિપૂર્ણ પ્રતીતિકર શબ્દો પાર્વતી સિવાય બીજું કોણ કહી શકે ?

સાધકને અથવા આરાધકને પોતાના સદગુરુમાં અથવા આરાધ્યદેવમાં એવો સમજપૂર્વકનો અચળ અગાધ વિશ્વાસ હોવો જોઇએ. તો જ તેની સાધના સફળ થાય.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer