રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

સ્ત્રીઓને ગાળો

(શિવ-પાર્વતી પ્રસંગ)

 

શિવપાર્વતીના વખતમાં આજની જેમ સ્ત્રીઓમાં લગ્નપ્રસંગે ગાળો દેવાની કે ફટાણાં ગાવાની પ્રથા પ્રવર્તમાન હશે, કે પછી કવિએ એવું વર્ણન પોતાના સમયની અસર નીચે આવીને કર્યું હશે ?

- શ્રી યોગેશ્વરજી

 

< Back | Bal Kand | Next >

       

રામચરિતમાનસના શિવપાર્વતી પ્રસંગમાં શિવપાર્વતીના લગ્નના અનોખા અવસર પર કવિ દ્વારા કરાયેલું સમૂહભોજન વખતનું વર્ણન  ખાસ ઉલ્લેખનીય છે. એ વર્ણનને અનુસરીને કહીએ તો, "જમનારાની અનેક પંક્તિઓ બેઠી. ચતુર રસોઇયા પીરસવા લાગ્યા. સ્ત્રીઓ દેવોને જમતા જાણીને કોમળ વાણીથી ગાળો દેવા લાગી."

એના અનુસંધાનમાં જણાવ્યું કે-

गारीं मधुर स्वर देहिं सुंदरि बिंग्य बचन सुनावहीं ।

भोजनु करहिं सुर अति बिलंबु बिनोदु सुनि सचु पावहीं ॥

जेवँत जो बढ़्यो अनंदु सो मुख कोटिहूँ न परै कह्यो ।

अचवाँइ दीन्हे पान गवने बास जहँ जाको रह्यो ॥

 "સ્ત્રીઓ મધુર સ્વરે ગાળો દેવા લાગી તથા વ્યંગશબ્દો સંભળાવવા લાગી. એ વિનોદને સાંભળીને દેવતા સુખ પામે છે, ભોજન કરે છે અને અતિશય સુખ પામે છે. ભોજન કરતાં જે આનંદ વધ્યો તેને કરોડો મુખે પણ વર્ણવી શકાય તેમ નથી. જમી રહ્યા પછી હાથ-મોંને ધોવડાવીને પાન અપાયાં. પછી બધા પોતપોતાના ઉતારા પર ગયા."

એ વર્ણન પરથી પ્રશ્ન ઉદભવે છે કે શિવપાર્વતીના વખતમાં આજની જેમ સ્ત્રીઓમાં લગ્નપ્રસંગે ગાળો દેવાની કે ફટાણાં ગાવાની પ્રથા પ્રવર્તમાન હશે, કે પછી કવિએ એવું વર્ણન પોતાના સમયની અસર નીચે આવીને કર્યું હશે ? બીજી સંભાવના સવિશેષ લાગે છે. તોપણ અભ્યાસીઓએ એ પ્રશ્ન વિચારવા જેવો છે.

તાંબુલ ખાવાની પ્રથા તો પરાપૂર્વથી, પ્રાગૈતિહાસિક કાળથી, પ્રવર્તમાન હતી જ, એવું લાગે છે.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer