રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

દહેજ

(શિવ-પાર્વતી પ્રસંગ)

 

હિમાલયે પાર્વતી તથા શંકરને વસ્તુઓ કોઇ પણ પ્રકારના ભય, દુરાગ્રહ કે દબાણને વશ થયા સિવાય સ્વેચ્છાથી તથા કર્તવ્યબુદ્ધિથી આપેલી. એ ખાસ યાદ રાખવા જેવું છે.

- શ્રી યોગેશ્વરજી

 

< Back | Bal Kand | Next >

       

પાર્વતીના લગ્ન પછી એમના પિતા હિમાલયે એમને જે કાંઇ મદદ કે ભેટ રૂપે આપ્યું તેનું વર્ણન કરતાં કવિએ લખ્યું છેઃ

दासीं दास तुरग रथ नागा । धेनु बसन मनि बस्तु बिभागा ॥

अन्न कनकभाजन भरि जाना । दाइज दीन्ह न जाइ बखाना

"દાસી, દાસ, ઘોડા, રથ, હાથી, ગાયો, વસ્ત્રો, મણિઓ, બીજી વસ્તુઓ, અન્ન તથા સોનાનાં વાસણો ગાડાં ભરીને દહેજમાં આપ્યાં. એમનું વર્ણન થઇ શકતું નથી."

હિમાલયે પાર્વતી તથા શંકરને તે વસ્તુઓ કોઇ પણ પ્રકારના ભય, દુરાગ્રહ કે દબાણને વશ થયા સિવાય સ્વેચ્છાથી તથા કર્તવ્યબુદ્ધિથી આપેલી. એ ખાસ યાદ રાખવા જેવું છે.

સાંપ્રત સમયમાં કેટલેક ઠેકાણે દહેજની પ્રથાએ જે વિકૃત સ્વરૂપ ધારણ કર્યું છે તેવા વિકૃત અનિષ્ટકારક સ્વરૂપનો સમાવેશ એમાં નહોતો થયો. એ એક જાતની પ્રેમપૂર્વકની પહેરામણી હતી.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer