રામચરિતમાનસ - વિહંગાવલોકન

 

Ramcharitmanas

 

Shri Yogeshwarji's comments on Tulsi Ramayan

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITA RAMAYAN | MAHABHARAT | UPANISHAD | SARAL GITA | MORE >>

 

વિભીષણ અને હનુમાન

(સુંદર કાંડ)

 

વિભીષણ લંકામાં રહેતા પરંતુ એકદમ અલિપ્ત રીતે. માનવે પણ એવી રીતે જગતના વિરોધીભાસી વાતાવરણમાં વિભીષણ બનીને રહેવાનું છે. જેની અંદર વિચાર, વાણી, વર્તનની ભીષણતા નથી તે વિભીષણ.

- શ્રી યોગેશ્વરજી

 

< Back | Sundar Kand | Next >

       

ઉત્તર રામચરિત નાટકગ્રંથમાં કવિ ભવભૂતિએ લખ્યું છે કે સત્પુરૂષોનો સત્પુરૂષો સાથેનો સમાગમ પૂર્વનાં કે વર્તમાનનાં કોઇક પુણ્યોદયને લીધે જ થતો હોય છે. લંકાની ધરતી પર એવા બે સત્કર્મપરાયણ પુણ્યાત્મા પુરૂષોનો સુખદ સમાગમ થયો - હનુમાન અને વિભીષણ.

પૂર્વનાં પુણ્ય હોય અને પ્રભુની અનુકંપા વરસે ત્યારે સંતો કે સત્પુરૂષો સામેથી આવીને મળે. હનુમાન પણ વિભીષણને સામેથી મળ્યા. દેશકાળનાં અંતરને અતિક્રમીને બંને ભેગા થયા અને એકમેકને અવલોકીને આનંદ પામ્યા. હનુમાનને વિભીષણના નિવાસસ્થાનને નિહાળીને નવાઇ લાગી. એના પર રામના આયુધની નિશાની હતી. સામે તુલસી ઉગાડેલી હતી.

 

रामायुध अंकित गृह सोभा बरनि न जाइ ।

नव तुलसिका बृंद तहँ देखि हरष कपिराइ ॥
 

હનુમાનને થયું કે નિશિચરનિકરનિવાસ લંકામાં સજ્જનનો વાસ ક્યાંથી ? વિભીષણ રામના રસમય નામને ઉચ્ચારતાં બહાર આવ્યા. હનુમાને એમની જિજ્ઞાસાના જવાબમાં સઘળી કથા કહી. વિભીષણે સીતાના સમાચાર સંભળાવ્યા. એમને પ્રતિતી થઇ કે હરિકૃપા વિના સંતોનો સમાગમ નથી સાંપડતો.

વિભીષણ લંકામાં રહેતા પરંતુ એકદમ અલિપ્ત રીતે. માનવે પણ એવી રીતે જગતના વિરોધીભાસી વાતાવરણમાં વિભીષણ બનીને રહેવાનું છે. જેની અંદર વિચાર, વાણી, વર્તનની ભીષણતા નથી તે વિભીષણ. સાત્વિકતા, મધુતા, પ્રભુતાની પ્રતિમા. માનવ પોતે મધુમય કે મંગલ બને તો વાતાવરણની અસરથી અલિપ્ત રહી શકે.

Shri Yogeshwarji

 

(From Shri Yogeshwarji's book entitled 'Ramcharitmanas')
 

 

 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer