गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Hanuman's leap across ocean

 

(चौपाई) 

जामवंत के बचन सुहाए । सुनि हनुमंत हृदय अति भाए ॥
तब लगि मोहि परिखेहु तुम्ह भाई । सहि दुख कंद मूल फल खाई ॥१ ॥
जब लगि आवौं सीतहि देखी । होइहि काजु मोहि हरष बिसेषी ॥
यह कह नाइ सबन्हि कहुँ माथा । चलेउ हरषि हियँ धरि रघुनाथा ॥ २ ॥
सिंधु तीर एक भूधर सुंदर । कौतुक कूदि चढ़ेउ ता ऊपर ॥
बार बार रघुबीर सँभारी । तरकेउ पवनतनय बल भारी ॥ ३ ॥
जेहिं गिरि चरन देइ हनुमंता । चलेउ सो गा पाताल तुरंता ॥
जिमि अमोघ रघुपति कर बाना । एही भाँति चलेउ हनुमाना ॥ ४ ॥
जलनिधि रघुपति दूत बिचारी । तैं मैनाक होहि श्रमहारी ॥ ५ ॥
(दोहा)
हनुमान तेहि परसा कर पुनि कीन्ह प्रनाम ।
राम काजु कीन्हें बिनु मोहि कहाँ विश्राम ॥ १ ॥

 

 

સમુદ્ર ઓળંગવા માટે હનુમાનજીની છલાંગ

 

જાંબવાનનાં વચન સુણીને થયા પવનસુત ખૂબ પ્રસન્ન,

કંદમૂળફળ ખાજો સહતાં સંકટ, બનતા નહીં વિષણ્ણ;

 

સીતાને અવલોકી આવું ત્યાં સુધી પ્રતીક્ષા કરજો,

હર્ષ વિશેષ થતો અંતરમાં, પ્રયત્ન સફળ થશે સઘળો.

 

એમ કહીને શીશ નમાવી સૌને ત્યાંથી ચાલ્યા

કરી ભરોસો માત્ર રામનો, રઘુનંદન હૃદયે ધાર્યા.

 

સિંધુતીર એક ભૂધર સુંદર, ચઢયા અનાયાસે એની ઉપર;

વારંવાર રઘુવીર સંભારી, ચાલ્યા પવનતનય બળ ભારી.

*

ચાલ્યા સ્પર્શી જેને હનુમંત, પેઠો પાતાળ ગિરિ તે તુરંત;

વધ્યા આગળ સામર્થ્યવાન, જેવું અમોધ રધુપતિબાણ.

 

સિંધુ રઘુપતિદૂત વિચારી બોલ્યો વાણી હૃદયથી ન્યારી,

જરી મૈનાક આપ વિશ્રામ, દૂત આવ્યા કરવા રામકામ.

 

(દોહરો)  

હનુમાને મૈનાકને સ્પર્શી કરી પ્રણામ,

કહ્યું, રામના કામ વિણ મુજને કયાં વિશ્રામ ?

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer