गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Hanuman reaches Lanka

 

(चौपाई) 

निसिचरि एक सिंधु महुँ रहई ॥ करि माया नभु के खग गहई ॥
जीव जंतु जे गगन उड़ाहीं । जल बिलोकि तिन्ह कै परिछाहीं ॥ १ ॥
गहइ छाहँ सक सो न उड़ाई । एहि बिधि सदा गगनचर खाई ॥
सोइ छल हनूमान कहँ कीन्हा । तासु कपटु कपि तुरतहिं चीन्हा ॥ २ ॥
ताहि मारि मारुतसुत बीरा । बारिधि पार गयउ मतिधीरा ॥
तहाँ जाइ देखी बन सोभा । गुंजत चंचरीक मधु लोभा ॥ ३ ॥
नाना तरु फल फूल सुहाए । खग मृग बृंद देखि मन भाए ॥
सैल बिसाल देखि एक आगें । ता पर धाइ चढ़ेउ भय त्यागें ॥ ४ ॥
उमा न कछु कपि कै अधिकाई ॥ प्रभु प्रताप जो कालहि खाई ॥
गिरि पर चढ़ि लंका तेहि देखी । कहि न जाइ अति दुर्ग बिसेषी ॥ ५ ॥
अति उतंग जलनिधि चहु पासा । कनक कोटि कर परम प्रकासा ॥ ६ ॥
(छंद)
कनक कोटि बिचित्र मणि कृत सुंदरायतना घना ।
चउहट्ट हट्ट सुबट्ट बीथीं चारु पुर बहुबिधि बना ॥
गज बाजि खच्चर निकर पदचर रथ बरूथन्हि को गनै ।
बहुरूप निसिचर जूथ अतिबल सेन बरनत नहिं बनै ॥ १ ॥
 
बन बाग उपबन बाटिका सर कूप बापीं सोहहीं ।
नर नाग सुर गंधर्व कन्या रूप मुनि मन मोहहीं ॥
कहुँ माल देह बिसाल सैल समान अतिबल गर्जहीं ।
नाना अखारेन्ह भिरहिं बहुबिधि एक एकन्ह तर्जहीं ॥ २ ॥
 
करि जतन भट कोटिन्ह बिकट तन नगर चहुँ दिसि रच्छहीं ।
कहुँ महिष मानुष धेनु खर अज खल निसाचर भच्छहीं ॥
एहि लागि तुलसीदास इन्ह की कथा कछु एक है कही ।
रघुबीर सर तीरथ सरीरन्हि त्यागि गति पैहहिं सही ॥ ३ ॥
(दोहा)
पुर रखवारे देखि बहु कपि मन कीन्ह बिचार ।
अति लघु रूप धरौं निसि नगर करौं पइसार ॥ ३ ॥

 

હનુમાનજી લંકામાં

 

(દોહરો)   

એક રાક્ષસી સિંઘુમાં વસનારી નભમાં

ઊડતાં ગ્રહતી પક્ષીને માયાથી ક્ષણમાં

 

પડછાયાને પકડતી વિહંગના જળમાં,

ઊડી શકતાં નહીં, પડી જતાં પળમાં.

 

એ જ કર્યો હનુમાનની સાથે કપટપ્રયોગ,

હનુમંત વધ્યા આગળ લેતાં એનો ભોગ.

 

વારિધિપાર પહોંચતાં વનશોભા જોઈ,

ભ્રમર ગૂંજતા પુષ્પ પર મધુલોભે મોહી.

*

નાના તરુ ફળ ફૂલ સોહાય, ખગમૃગ જોઈ મન મોહાય;

સામે નીરખી શૈલ વિશાળ તે પર ચઢયા ભક્તપ્રતિપાળ.

 

અચરજ એથી લેશ થાય, કાળજીત પ્રભુ છે રઘુરાય;

ગિરિ પરથી લંકા ભાળી દુર્ગવિશેષથકી ન્યારી;

ઉચ્ચ દુર્ગ સાગર ચોપાસ, કનકકોટનો પરમપ્રકાશ.

 

કનકકોટ ત્યાં મણિથી જડિત, માર્ગ ગલી ઘર સરસ પુનિત;

ચૌટાં ચોક અનેક પ્રકાર, સૌન્દર્યતણો હતો પાર.

 

ગજવાજિ ખચ્ચર નિકર પદચર રથોને કોણ ગણે,

બહુરૂપ નિશિચર જૂથ અતિબળ સૈન્યવર્ણન ના બને.

 

વન બાગ ઉપવન વાટિકા સર કૂપ વાપી સોહતાં,

નર નાગ સુર ગંધર્વ કન્યા રૂપ મુનિમન મોહતાં,

 

પર્વતસમાન પ્રચંડ તનના કયાંક મલ્લો ગરજતા,

વ્યાયામમંદિરમાં લડીને અન્ય સામે મરકતા.

 

(છંદ)

યોદ્ધા કરોડો ઘોર તનના પુર ચતુર્દિશ રક્ષતા,

તો કયાંક રાક્ષસ મહિષ માનવ ધેનુ ખર અજ ભક્ષતા;

રઘુવીર સરવર તીર્થમાં તન તજી ગતિ પામશે,

છે કથા સંક્ષેપે કહી સર્વની એથી મેં.

 

(દોહરો)   

પુર રક્ષક પેખી ઘણા કપિએ કર્યો વિચાર,

અતિ લઘુરૂપ ધરી થવું પુરથી ઘટે પસાર.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer