गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Trijata's dream about Lanka on fire

 

(चौपाई) 

त्रिजटा नाम राच्छसी एका । राम चरन रति निपुन बिबेका ॥
सबन्हौ बोलि सुनाएसि सपना । सीतहि सेइ करहु हित अपना ॥ १ ॥
सपनें बानर लंका जारी । जातुधान सेना सब मारी ॥
खर आरूढ़ नगन दससीसा । मुंडित सिर खंडित भुज बीसा ॥ २ ॥
एहि बिधि सो दच्छिन दिसि जाई । लंका मनहुँ बिभीषन पाई ॥
नगर फिरी रघुबीर दोहाई । तब प्रभु सीता बोलि पठाई ॥ ३ ॥
यह सपना मैं कहउँ पुकारी । होइहि सत्य गएँ दिन चारी ॥
तासु बचन सुनि ते सब डरीं । जनकसुता के चरनन्हि परीं ॥ ४ ॥
(दोहा)   
जहँ तहँ गईं सकल तब सीता कर मन सोच ।
मास दिवस बीतें मोहि मारिहि निसिचर पोच ॥ ११ ॥

 

ત્રિજટાને આવેલ લંકાદહનનું સ્વપ્ન

 

ત્રિજટા નામ રાક્ષસી એક રામચરણરતિ વિમળવિવેક,

સૌને એણે સભય કહ્યું, સીતાપદ કલ્યાણ રહ્યું,

માટે સેવો સ્નેહ કરી સીતાને છળકપટ હરી.

 

એક સ્વપ્ન મુજને આવ્યું, કપિએ લંકાપુર બાળ્યું,

હણી અસુરકેરી સેના, વખાણ કેમ કરું એનાં ?

 

ખર આરૂઢ નગ્ન દસશીશ મુંડિત શિર ખંડિત ભુજ વીસ;

જતો હતો દક્ષિણમાં , રાજ્ય મળેલ વિભીષણને,

નગર ફરી રઘુવરની આણ, સીતા પામ્યા કૃપાનિધાન.

 

(દોહરો)   

ચાર દિન પછી સ્વપ્ન સત્ય થશે મારું;

સૌએ સીતાચરણમાં શીશ ડરી ઢાળ્યું.

 

સ્વપ્નને સુણી રાક્ષસી સર્વે થઈ વિદાય,

સીતાને તત્પર બની કરવા ગુપ્ત સહાય.

 

વિચારવા લાગી પછી વૈદેહી વનમાં,

રાવણ મુજને મારશે મહિનો એક થતાં.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer