गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Hanuman drops Ram's ring at Sita

 

(चौपाई) 

त्रिजटा सन बोलीं कर जोरी । मातु बिपति संगिनि तैं मोरी ॥
तजौं देह करु बेगि उपाई । दुसह बिरहु अब नहिं सहि जाई ॥ १ ॥
आनि काठ रचु चिता बनाई । मातु अनल पुनि देहु लगाई ॥
सत्य करहि मम प्रीति सयानी । सुनै को श्रवन सूल सम बानी ॥ २ ॥
सुनत बचन पद गहि समुझाएसि । प्रभु प्रताप बल सुजसु सुनाएसि ॥
निसि न अनल मिल सुनु सुकुमारी। अस कहि सो निज भवन सिधारी ॥ 
कह सीता बिधि भा प्रतिकूला । मिलिहि न पावक मिटिहि न सूला ॥
देखिअत प्रगट गगन अंगारा । अवनि न आवत एकउ तारा ॥ ४ ॥
पावकमय ससि स्रवत न आगी । मानहुँ मोहि जानि हतभागी ॥
सुनहि बिनय मम बिटप असोका। सत्य नाम करु हरु मम सोका ॥ ५ ॥
नूतन किसलय अनल समाना । देहि अगिनि जनि करहि निदाना ॥
देखि परम बिरहाकुल सीता । सो छन कपिहि कलप सम बीता ॥ ६ ॥
(दोहा)
कपि करि हृदयँ बिचार दीन्हि मुद्रिका डारि तब ।
जनु असोक अंगार दीन्ह हरषि उठि कर गहेउ ॥ १२ ॥

 

હનુમાનજી પ્રભુની મુદ્રિકા નીચે ફેંકે છે

 

કહ્યું ત્રિજટાને બે કર જોડી, માત સંકટસંગિની મોરી,

હવે વિરહવ્યથા સહાય, કર તન તજવાનો ઉપાય.

 

કર કાષ્ઠચિતાને તૈયાર, એમાં જગવી દે પાવકજ્વાળ;

કર પ્રીતિને સત્ય તું મારી, સુણે શૂલસમી કોણ વાણી?

 

સુણી શબ્દ ચરણ ગ્રહી પ્રેમે કરી શાંત ત્રિજટાએ કેમે;

બળયશ પ્રતાપ સુણાવ્યો, પ્રભુકેરો વિશ્વાસ વધાર્યો.

 

રાતે અગ્નિ મળે નહિ કયાંય, વદી થઈ પછી વિદાય.

વદી વૈદેહી વિધિ પ્રતિકૂળ, મળ્યો અગ્નિ ના, ના શમી શૂળ;

પ્રગટયા આભે અનેક અંગારા આવે અવની પર કિન્તુ ના તારા.

 

વિધુ વહ્નિશો વરસે ના આગ માની મુજને અત્યંત અભાગ;

સુણ અરજ જરાક અશોક, નામ સત્ય કરી હર શોક.

 

નવાં કિસલય અનલસમાન, આપ અગ્નિ કરી લે નિદાન;

જોઈ વિરહથી વ્યાકુળ સીતા કલ્પ એક ક્ષણમાં બહુ વીત્યા.

વ્યથા હનુમંત પ્રાણમાં જાગી, આંખ કરુણાને વરસવા લાગી.

 

(દોહરો)   

નાખી નીચે મુદ્રિકા કપિએ કરી વિચાર;

હરખી લીધી માનતાં અશોકનો અંગાર.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer