गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Hanuman conveys Ram's message to Sita

 

(चौपाई) 

हरिजन हानि प्रीति अति गाढ़ी । सजल नयन पुलकावलि बाढ़ी ॥
बूड़त बिरह जलधि हनुमाना । भयहु तात मो कहुँ जलजाना ॥ १ ॥
अब कहु कुसल जाउँ बलिहारी । अनुज सहित सुख भवन खरारी ॥
कोमलचित कृपाल रघुराई । कपि केहि हेतु धरी निठुराई ॥ २ ॥
सहज बानि सेवक सुख दायक । कबहुँक सुरति करत रघुनायक ॥
कबहुँ नयन मम सीतल ताता । होइहहिं निरखि स्याम मृदु गाता ॥ ३ ॥
बचनु न आव नयन भरे बारी । अहह नाथ हौं निपट बिसारी ॥
देखि परम बिरहाकुल सीता । बोला कपि मृदु बचन बिनीता ॥ ४ ॥
मातु कुसल प्रभु अनुज समेता । तव दुख दुखी सुकृपा निकेता ॥
जनि जननी मानहु जियँ ऊना । तुम्ह ते प्रेमु राम कें दूना ॥ ५ ॥
(दोहा)
रघुपति कर संदेसु अब सुनु जननी धरि धीर ।
अस कहि कपि गदगद भयउ भरे बिलोचन नीर ॥ १४ ॥

 

હનુમાનજી રામનો સંદેશ સંભળાવે છે

 

જાણી હરિજન વાધ્યો પ્રેમ તન પુલકિત નીર વધ્યાં નેન;

ડૂબી વિરહજલધિ હનુમાન, તમે બન્યા છો દિવ્ય વહાણ.

 

રામ કુશળ છે પૂરણકામ લક્ષ્મણસહિત સદા સુખધામ ?

કોમળ ઉર કૃપાળુ અતિ રામ નિષ્ઠુર કેમ બન્યા છે આમ ?

 

સેવકસારુ સહજ સુખદાયક સ્મરે કદી મુજને રઘુનાયક ?

રૂપ સુકોમળ નીરખી શ્યામ આંખ પામશે મુજ આરામ ?

 

બોલાયું ના રડયાં નયન, કેમ વિસારી મધુરવદન ?

દેખી સીતા વ્યથિત અતીવ બોલ્યા વચનો મૃદુલ વિનીત.

 

માત, કુશળ પ્રભુ લક્ષ્મણસાથ વેઠે વિયોગવિપદ અગાધ;

તમારાથકી દ્વિગુણિત પ્રેમ, શાંતિ મેળવે રઘુપતિ કેમ ?

માટે ઓછું ના આણો માત રામને પરમપ્રિય જાણો.

 

(દોહરો)   

રઘુપતિના સંદેશને સુણો ધરીને ધીર,

હનુમાન વદ્યા ગદ્ ગદ ભરી નયનમાં નીર.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer