गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Hanuman consoles Sita

 

(चौपाई) 

कहेउ राम बियोग तव सीता । मो कहुँ सकल भए बिपरीता ॥
नव तरु किसलय मनहुँ कृसानू । कालनिसा सम निसि ससि भानू ॥ १ ॥
कुबलय बिपिन कुंत बन सरिसा । बारिद तपत तेल जनु बरिसा ॥
जे हित रहे करत तेइ पीरा । उरग स्वास सम त्रिबिध समीरा ॥ २ ॥
कहेहू तें कछु दुख घटि होई । काहि कहौं यह जान न कोई ॥
तत्व प्रेम कर मम अरु तोरा । जानत प्रिया एकु मनु मोरा ॥ ३ ॥
सो मनु सदा रहत तोहि पाहीं । जानु प्रीति रसु एतनेहि माहीं ॥
प्रभु संदेसु सुनत बैदेही । मगन प्रेम तन सुधि नहिं तेही ॥ ४ ॥
कह कपि हृदयँ धीर धरु माता । सुमिरु राम सेवक सुखदाता ॥
उर आनहु रघुपति प्रभुताई । सुनि मम बचन तजहु कदराई ॥ ५ ॥
(दोहा)
निसिचर निकर पतंग सम रघुपति बान कृसानु ।
जननी हृदयँ धीर धरु जरे निसाचर जानु ॥ १५ ॥

 

હનુમાનજી સીતાને આશ્વાસન આપે છે

 

સીતા તારી એવી પ્રીત વિરહે થયું સકળ વિપરીત,

નવતરુ કિસલય અગ્નિ સમાન ચંદ્ર સૂર્ય સમ તપવે પ્રાણ.

 

કાળરાત સમ રાત બની, કંટક કમલસમૂહ વળી

વાદળ તપ્ત વરસતાં તેલ, પલટાયા સૌ વિધિના ખેલ.

સર્પશ્વાસ સમ ત્રિવિધ સમીર, હિત કરનારાં કરતાં પીડ.

 

કહેવાથી દુઃખ હળવું થાય, સમજે કો કોને કહેવાય;

તત્વ આપણા પ્રેમતણું પ્રિયા, સત્ય હું વચન કહું

મન કેવળ મારું સમજે, તે મન તુજ પાસે વિહરે.

મારા સ્નેહરસતણો સાર સમજ એટલામાં તત્કાળ.

 

(દોહરો)   

સુણી પ્રભુના સંદેશને વૈદેહી સપ્રેમ

બની પ્રેમમાં મગ્ન ને સમાધિસ્થની જેમ.

 

હનુમાન વદ્યા ધૈર્યને ધારો માતા હે,

સ્મરો રામને ભક્તના શુચિસુખદાતાને.

 

પ્રભુતા ઉરમાં આણતાં રઘુપતિની ન્યારી

તજો વ્યથાશંકા સુણી વાણીને મારી.

 

નિશિચરનિકર પતંગસમ પાવક રઘુપતિબાણ,

ધૈર્ય ધરો માતા, થશે નિશિચર સૌ નિષ્પ્રાણ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer