गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Hanuman assures Sita with his powers

 

(चौपाई) 

जौं रघुबीर होति सुधि पाई । करते नहिं बिलंबु रघुराई ॥
राम बान रबि उएँ जानकी । तम बरूथ कहँ जातुधान की ॥ १ ॥
अबहिं मातु मैं जाउँ लवाई । प्रभु आयसु नहिं राम दोहाई ॥
कछुक दिवस जननी धरु धीरा । कपिन्ह सहित अइहहिं रघुबीरा ॥ २ ॥
निसिचर मारि तोहि लै जैहहिं । तिहुँ पुर नारदादि जसु गैहहिं ॥
हैं सुत कपि सब तुम्हहि समाना । जातुधान अति भट बलवाना ॥ ३ ॥
मोरें हृदय परम संदेहा । सुनि कपि प्रगट कीन्हि निज देहा ॥
कनक भूधराकार सरीरा । समर भयंकर अतिबल बीरा ॥ ४ ॥
सीता मन भरोस तब भयऊ । पुनि लघु रूप पवनसुत लयऊ ॥ ५ ॥
(दोहा)
सुनु मात साखामृग नहिं बल बुद्धि बिसाल ।
प्रभु प्रताप तें गरुड़हि खाइ परम लघु ब्याल ॥ १६ ॥

 

હનુમાનજી સીતાને પોતાનું બળપ્રદર્શન કરી વિશ્વાસ ધરે છે

 

(દોહરો)   

હોત માહિતી રામને વિલંબ કરત તો;

રામબાણરવિ આણશે અંત અસુરતમનો.

 

માત, લઈ હમણાં જઉં પણ ના પ્રભુઆદેશ,

અલ્પ સમય ધીરજ ધરો, ચિંતા નકરો લેશ.

 

વાનરસેનાને લઈ તરત આવશે રામ,

નિશિચરને હણતાં સકળ પૂરણ કરશે કામ.

 

સીતા બોલી વાનરો હશે તમારી જેમ,

જાતુધાન બળવાન અતિ જીતી શકશે કેમ ?

 

સંદેહ સુણી કપિવરે સ્વરૂપ પ્રગટ કર્યું,

પરમપ્રતાપે પ્રાણના પ્રતિપરમાણ ભર્યું.

 

સ્વર્ણશૈલશું વિશાળ ને સમર ભયંકર રૂપ

અતિબળવાન પ્રચંડ હતું સ્વરૂપ અનૂપ

 

સીતાના મનમાં થયો જોઈ વિશ્વાસ

પવનસુતે લીધું તદા સ્વરૂપ નાનું ખાસ.

 

માતા કપિ નાના અમે, ના બળબુદ્ધિ વિશાળ,

પ્રભુપ્રતાપથી ગરુડને ગ્રસે પરમ લઘુ વ્યાલ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer