गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Sita lets Hanuman eat fruits at Ashokvan

 

(चौपाई) 

मन संतोष सुनत कपि बानी । भगति प्रताप तेज बल सानी ॥
आसिष दीन्हि रामप्रिय जाना । होहु तात बल सील निधाना ॥ १ ॥
अजर अमर गुननिधि सुत होहू । करहुँ बहुत रघुनायक छोहू ॥
करहुँ कृपा प्रभु अस सुनि काना । निर्भर प्रेम मगन हनुमाना ॥ २ ॥
बार बार नाएसि पद सीसा । बोला बचन जोरि कर कीसा ॥
अब कृतकृत्य भयउँ मैं माता । आसिष तव अमोघ बिख्याता ॥ ३ ॥
सुनहु मातु मोहि अतिसय भूखा । लागि देखि सुंदर फल रूखा ॥
सुनु सुत करहिं बिपिन रखवारी । परम सुभट रजनीचर भारी ॥ ४ ॥
तिन्ह कर भय माता मोहि नाहीं । जौं तुम्ह सुख मानहु मन माहीं ॥५ ॥
(दोहा)
देखि बुद्धि बल निपुन कपि कहेउ जानकीं जाहु ।
रघुपति चरन हृदयँ धरि तात मधुर फल खाहु ॥ १७ ॥

 

સીતા હનુમાનને ફળો ખાવાની અનુમતિ આપે છે

 

સુણી શબ્દ સંતોષ થયો, હર્ષ કેમે જાય કહ્યો;

પ્રેમ પ્રતાપ તેજ બળવાળી આશિષ આપી સુણતાં વાણી.

 

બોલી રઘુપતિપ્રિય સમજી, દિનપ્રતિદિન શ્રીરામ ભજી

બળ મતિ શીલ નિધાન બનો અજરઅમર ગુણસિંધુ તમો.

કરો અનુગ્રહ રામ સદાય, દૂર રામથી હો કદાય.

 

કરો કૃપા પ્રભુ સુણતાં કાન બન્યા મગ્ન પ્રેમે હનુમાન.

વારંવાર નમાવી શીશ બોલ્યા વચન સપ્રેમ કપીશ.

 

કૃતકૃત્ય થયો આજે માત, આશિષ તવ અમોઘ વિખ્યાત.

વિલોકતાં સુંદર વૃક્ષ લાગી અતિશય મુજને ભૂખ.

 

પરમ સુભટ રજનીચર દ્વાર અંદર તેમ બન્યા રખવાળ.

પરંતુ મુજને ભય જરી, આશિષ આપો તમે ફરી.

 

(દોહરો)   

બુદ્ધિ બળ નિપુણ જાણતાં સીતા બોલી જાવ,

રઘુપતિચરણ હૃદય ધરી સુમધુર ફળને ખાવ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer