गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Fight at Ashokvan leads to Akshay's death

 

(चौपाई) 

चलेउ नाइ सिर पैठेउ बागा । फल खाएसि तरु तौरैं लागा ॥
रहे तहां बहु भट रखवारे । कछु मारेसि कछु जाइ पुकारे ॥ १ ॥
नाथ एक आवा कपि भारी । तेहिं असोक बाटिका उजारी ॥
खाएसि फल अरु बिटप उपारे । रच्छक मर्दि मर्दि महि डारे ॥ २ ॥
सुनि रावन पठए भट नाना । तिन्हहि देखि गर्जेउ हनुमाना ॥
सब रजनीचर कपि संघारे । गए पुकारत कछु अधमारे ॥ ३ ॥
पुनि पठयउ तेहिं अच्छकुमारा । चला संग लै सुभट अपारा ॥
आवत देखि बिटप गहि तर्जा । ताहि निपाति महाधुनि गर्जा ॥ ४ ॥
(दोहा)
कछु मारेसि कछु मर्देसि कछु मिलएसि धरि धूरि ।
कछु पुनि जाइ पुकारे प्रभु मर्कट बल भूरि ॥ १८ ॥

 

અશોકવન ખાતેની લડાઇમાં અક્ષયકુમારનું મૃત્યુ

 

(દોહરો)   

સીતાને વંદી કર્યો પ્રવેશ ઉપવનમાં,

ફળ આરોગ્યાં વૃક્ષને તોડયાં બહુ ક્ષણમાં.

 

અનેક રક્ષકને હણ્યા; અન્ય દશાનનપાસ

જેમતેમ પહોંચી વદ્યા કપિએ કીધો નાશ.

 

અશોકવન ઉજ્જડ કર્યું, વૃક્ષોને તોડયાં,

ફળને ખાધાં, મસ્તકો રક્ષકનાં ફોડયાં.

 

યોદ્ધા અનેક મોકલ્યા તરત રાવણે ત્યાં,

ગર્જના કદી કપિવરે પ્રાણ હર્યા સૌના.

 

અક્ષયકુમાર વીર અતિ યોદ્ધાસાથ ગયો,

વૃક્ષ લઈ લલકારતાં તેને તરત હણ્યો.

 

માર્યા મસણ્યા ધૂળમાં નાખ્યા રગદોળી,

અનેકને; ખેલી સતત હનુમાને હોળી.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer