गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Hanuman ends up in Ravana's court

 

(चौपाई) 

ब्रह्मबान कपि कहुँ तेहिं मारा । परतिहुँ बार कटकु संघारा ॥
तेहिं देखा कपि मुरुछित भयउ । नागपास बांधेसि लै गयउ ॥ १ ॥
जासु नाम जपि सुनहु भवानी । भव बंधन काटहिं नर ग्यानी ॥
तासु दूत कि बंध तरु आवा । प्रभु कारज लगि कपिहिं बँधावा ॥ २ ॥
कपि बंधन सुनि निसिचर धाए । कौतुक लागि सभाँ सब आए ॥
दसमुख सभा दीखि कपि जाई । कहि न जाइ कछु अति प्रभुताई ॥ ३ ॥
कर जोरें सुर दिसिप बिनीता । भृकुटि बिलोकत सकल सभीता ॥
देखि प्रताप न कपि मन संका । जिमि अहिगन महुँ गरुड़ असंका ॥४ ॥
(दोहा)
कपिहि बिलोकि दसानन बिहसा कहि दुर्बाद ।
सुत बध सुरति कीन्हि पुनि उपजा हृदयँ बिषाद ॥ २० ॥

 

હનુમાનજી બંદી બની રાવણની સભામાં પહોંચ્યા

 

માર્યું હનુમાનને બ્રહ્મબાણ, પડયો હરતાં સેનાકેરો પ્રાણ,

થયા મૂર્છિત સ્વેચ્છાએ ખાસ, ચાલ્યો બાંધી તેથી નાગપાશ.

 

જેનું નામ જપીને ભવાની, તોડે ભવનાં બંધન નર જ્ઞાની

એના દૂતને બંધ ના હોય બદ્ધ પ્રભુને માટે બન્યા તોય.

 

દોડયા નિશિચર બંધાયા જાણી હનુમાન હણાયા માની;

જોઈ રાજ્યસભા હનુમાને, એની કહેવાય ના પ્રભુતાને.

 

દેવો દિગ્પાલો જોડીને હાથ ઊભા ભીતિ ને નમ્રતાસાથ

જોતા ભ્રુકુટિ દશમુખકેરી જાણે સુણતા હો કાળની ભેરી.

 

(દોહરો)   

પ્રતાપ પેખી ભય થયો કપિવરને ના લેશ,

અહિગણ વચ્ચે ગરુડશા ઊભા અદભુત-વેશ.

 

રાવણ નીરખી એમને હસ્યો કરી બકવાદ;

સુતવધ સ્મૃતિથી અંતરે ઊપજ્યો કિન્તુ વિષાદ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer