गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Ravana questions Hanuman

 

(चौपाई) 

कह लंकेस कवन तैं कीसा । केहि कें बल घालेहि बन खीसा ॥
की धौं श्रवन सुनेहि नहिं मोही । देखउँ अति असंक सठ तोही ॥ १ ॥
मारे निसिचर केहिं अपराधा । कहु सठ तोहि न प्रान कइ बाधा ॥
सुनु रावन ब्रह्मांड निकाया । पाइ जासु बल बिरचित माया ॥ २ ॥
जाकें बल बिरंचि हरि ईसा । पालत सृजत हरत दससीसा ॥
जा बल सीस धरत सहसानन । अंडकोस समेत गिरि कानन ॥ ३ ॥
धरइ जो बिबिध देह सुरत्राता । तुम्ह से सठन्ह सिखावनु दाता ॥
हर कोदंड कठिन जेहिं भंजा । तेहि समेत नृप दल मद गंजा ॥ ४ ॥
खर दूषन त्रिसिरा अरु बाली । बधे सकल अतुलित बलसाली ॥ ५ ॥
(दोहा)
जाके बल लवलेस तें जितेहु चराचर झारि ।
तासु दूत मैं जा करि हरि आनेहु प्रिय नारि ॥ २१ ॥

 

રાવણ સાથે વાર્તાલાપ

 

(દોહરો)   

હે વાનર, તું કોણ છે, કોના બળ પર તેં

વનને નષ્ટ કર્યું, નથી ઓળખતો શું મને ?

 

નામ નથી મુજ સાંભળ્યું, નિશ્ચિંત બન્યો કેમ,

કહે કયા અપરાધથી હણ્યા અસુર શઠ જેમ ?

 

પ્રાણ નથી તુજને પ્રિય ? વચન સુણી હનુમાન

બોલ્યા, રાવણ, જે સકળ સર્જનના છે પ્રાણ;

 

માયા બળથી જેમના રચે સકળ બ્રહ્માંડ

બ્રહ્માહરિહર સરજતા પાળે કરે વિનાશ;

 

શેષ સહસ્ત્રાનન જગત મસ્તક પર ધારે;

વિવિધ રૂપને જે લઈ દેવોને પાળે;

 

સુરનરત્રાતા પરમ જે ધારણ દેહ કરે

શિક્ષા તારાશા સકળ શઠને યોગ્ય ધરે;

 

તોડયું ધનુ શંકરતણું, નૃપદળગર્વ હર્યો,

ખરદૂષણ જેનાથકી ત્રિશિરાવાલિ મર્યો;

 

જેના બળના લેશથી જીત્યું સકળ જગ તેં

જેની સ્ત્રીને છે હરી સ્વામી મારા .

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer