गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Hanuman gives his introduction

 

(चौपाई) 

जानेउ मैं तुम्हारि प्रभुताई । सहसबाहु सन परी लराई ॥
समर बालि सन करि जसु पावा । सुनि कपि बचन बिहसि बिहरावा ॥१॥
खायउँ फल प्रभु लागी भूँखा । कपि सुभाव तें तोरेउँ रूखा ॥
सब कें देह परम प्रिय स्वामी । मारहिं मोहि कुमारग गामी ॥ २ ॥
जिन्ह मोहि मारा ते मैं मारे । तेहि पर बाँधेउँ तनयँ तुम्हारे ॥
मोहि न कछु बाँधे कइ लाजा । कीन्ह चहउँ निज प्रभु कर काजा ॥ ३ ॥
बिनती करउँ जोरि कर रावन । सुनहु मान तजि मोर सिखावन ॥
देखहु तुम्ह निज कुलहि बिचारी । भ्रम तजि भजहु भगत भय हारी ॥४॥
जाकें डर अति काल डेराई । जो सुर असुर चराचर खाई ॥
तासों बयरु कबहुँ नहिं कीजै । मोरे कहें जानकी दीजै ॥ ५ ॥
(दोहा)
प्रनतपाल रघुनायक करुना सिंधु खरारि ।
गएँ सरन प्रभु राखिहैं तव अपराध बिसारि ॥ २२ ॥

 

હનુમાનજી રાવણને પોતાનો પરિચય પ્રદાન કરે છે

 

(દોહરો)   

દૂત એમનો હું બન્યો, પ્રભુતા તુજ જાણી,

સહસ્ત્રાર્જુને સમરમાં માપ્યું તુજ પાણી.

 

વાલિસાથ યુદ્ધે ચઢી પામ્યો કીર્તિ મહાન;

મર્મવચન હનુમાનનાં ધર્યા એણે ધ્યાન.

*

ખાધાં ફળ મેં લાગી ભૂખ કપિસ્વભાવથી તોડયાં વૃક્ષ;

દેહ પરમપ્રિય સૌને હોય કુમાર્ગગામી મુજને તોય

મારવા મને લાગ્યા ત્યાં, મેં પણ માર્યા સૌને હા !

 

તારા સુતે મને બાંધ્યો મળ્યો લાભ વણમાગ્યો;

મને બંધાવાની લાજ કરવા માગું પ્રભુનું કાજ.

 

અરજ કરું કર જોડી રાવણ, ગર્વ તજી મુજ માન શિખામણ;

કર કુળકેરો લેશ વિચાર, ભજ ભ્રમ તજી ભક્તપ્રતિપાળ.

 

સુરાસુર ચરાચરને ખાય તે કાળતણા પણ જે રાય

કર એમની સાથે વેર, સીતાને કર મુક્ત સુપેર.

 

(દોહરો)   

પ્રણતપાલ રઘુનાયક કરુણાસિંધુ સદાય

શરણ ગ્રહ્યે પ્રભુ રક્ષશે ભૂલી દોષ બધાય.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer