गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Hanuman advises Ravana to surrender Sita

 

(चौपाई) 

राम चरन पंकज उर धरहू । लंकाँ अचल राज तुम्ह करहू ॥
रिषि पुलस्ति जसु बिमल मयंका । तेहि ससि महुँ जनि होहु कलंका ॥१॥
राम नाम बिनु गिरा न सोहा । देखु बिचारि त्यागि मद मोहा ॥
बसन हीन नहिं सोह सुरारी । सब भूषन भूषित बर नारी ॥ २ ॥
राम बिमुख संपति प्रभुताई । जाइ रही पाई बिनु पाई ॥
सजल मूल जिन्ह सरितन्ह नाहीं । बरषि गएँ पुनि तबहिं सुखाहीं ॥ ३ ॥
सुनु दसकंठ कहउँ पन रोपी । बिमुख राम त्राता नहिं कोपी ॥
संकर सहस बिष्नु अज तोही । सकहिं न राखि राम कर द्रोही ॥ ४ ॥
(दोहा)
मोहमूल बहु सूल प्रद त्यागहु तम अभिमान ।
भजहु राम रघुनायक कृपा सिंधु भगवान ॥ २३ ॥

 

હનુમાનજી રાવણને સીતાને છોડી મુકવાની સલાહ આપે છે

 

રામચરણપંકજ ઉર ધાર, અચળ રાજ્ય લંકાનું પાળ;

પુલસ્ત્ય ઋષિ યશ વિમળમયંક એમાં બન ના ઘોર કલંક.

 

રામનામવિણ જડ છે વાણ, મદમોહ તજીને ધર ધ્યાન;

ભૂષણથી ભૂષિત હો નાર સોહે વસન વિના લગાર.

 

રામવિમુખ કોઈ જન હોય પામે પ્રભુતાસંપત તોય

પ્રાપ્તિ અધુરી રહે, સુખ ધરે વિદ્ધાન કહે.

 

વર્ષાઋતુમાં માત્ર વધે સરિતા વહે ઘડીક બધે,

સુકાઈ પણ સત્વર જાય, પ્રભુતાનું પણ તેવું થાય.

 

નિર્ણય સુણ મારો દસકંઠ, રામવિમુખનો આવે અંત,

સહસ્ત્ર બ્રહ્મા હરિહર હોય રક્ષી શકે તેને તોય,

 

(દોહરો)   

દ્રોહી બચી શકે નહીં રામતણો કોદી,

રક્ષે એને જગ નહીં આખુંયે દોડી.

 

મોહમૂળ અતિશૂલપ્રદ તજી મોહ અભિમાન

રઘુનાયક શ્રીરામ ભજ કૃપાસિંધુ ભગવાન.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer