गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Hanuman sets Lanka on fire

 

(चौपाई) 

देह बिसाल परम हरुआई । मंदिर तें मंदिर चढ़ धाई ॥
जरइ नगर भा लोग बिहाला । झपट लपट बहु कोटि कराला ॥ १ ॥
तात मातु हा सुनिअ पुकारा । एहिं अवसर को हमहि उबारा ॥
हम जो कहा यह कपि नहिं होई । बानर रूप धरें सुर कोई ॥ २ ॥
साधु अवग्या कर फलु ऐसा । जरइ नगर अनाथ कर जैसा ॥
जारा नगर निमिष एक माहीं । एक बिभीषन कर गृह नाहीं ॥ ३ ॥
ता कर दूत अनल जेहिं सिरिजा । जरा न सो तेहि कारन गिरिजा ॥
उलटि पलटि लंका सब जारी । कूदि परा पुनि सिंधु मझारी ॥ ४ ॥
(दोहा)
पूँछ बुझाइ खोइ श्रम धरि लघु रूप बहोरि ।
जनकसुता कें आगें ठाढ़ भयउ कर जोरि ॥ २६ ॥

 

હનુમાનજી સમગ્ર લંકાને આગ લગાડે છે

 

(દોહરો)   

દેહ વિશાળ છતાં ગયો હળવો ખૂબ બની;

ભવન પ્રતિભવન છતાં નગરી રહી બળી.

 

ચારેકોર થઈ રહ્યો ભીષણ શોરબકોર,

કહેવા લાગ્યા પુરજનો વાનર તો ઓર.

 

વાનર ના સામાન્ય , ધરી સુરે કાયા,

બચાવી શકે કો હવે, રચી પ્રબળમાયા.

 

અનાથની પેઠે જલે પુર સઘળુંયે ,

સાઘુઅવજ્ઞાનું મળ્યું  ફળ કેવું કટુ હા !

 

ક્ષણભરમાં સઘળું નગર દીધું સળગાવી,

એક વિભીષણભવનને નાખ્યું ના બાળી.

 

અનલતણા સ્વામીતણા દૂત હતા હનુમાન

અનલે બળ્યા એટલે, સુરક્ષિત રહ્યો પ્રાણ.

 

લંકા સળગાવી પડયા કૂદી સિંધુમહીં

પરિશ્રમ દૂર કર્યો, થઈ હાનિ જરાય નહીં.

 

લઘુસ્વરૂપ ધારી ફરી સીતાપાસ ગયા

હાથ જોડતાં વંદતાં શબ્દો સરસ કહ્યા.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer