गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Hanuman meets Sita before leaving Lanka

 

(चौपाई) 

मातु मोहि दीजे कछु चीन्हा । जैसें रघुनायक मोहि दीन्हा ॥
चूड़ामनि उतारि तब दयऊ । हरष समेत पवनसुत लयऊ ॥ १ ॥
कहेहु तात अस मोर प्रनामा । सब प्रकार प्रभु पूरनकामा ॥
दीन दयाल बिरिदु सँभारी । हरहु नाथ मम संकट भारी ॥ २ ॥
तात सक्रसुत कथा सुनाएहु । बान प्रताप प्रभुहि समुझाएहु ॥
मास दिवस महुँ नाथ न आवा । तौ पुनि मोहि जिअत नहिं पावा ॥ ३ ॥
कहु कपि केहि बिधि राखौं प्राना । तुम्हहू तात कहत अब जाना ॥
तोहि देखि सीतलि भइ छाती । पुनि मो कहुँ सोइ दिनु सो राती ॥ ४ ॥
(दोहा)
जनकसुतहि समुझाइ करि बहु बिधि धीरजु दीन्ह ।
चरन कमल सिरु नाइ कपि गवनु राम पहिं कीन्ह ॥ २७ ॥

 

હનુમાનજી લંકાથી વિદાય લેતાં પહેલાં સીતાને મળે છે

 

ચિહ્ન મને કો આપો માત, રઘુનાયકને કરવા વાત;

આપ્યો તરત ચૂડામણિ એક સીતાએ હરખાઈ છેક.

 

કહ્યું કહેજો પ્રેમપ્રણામ પ્રભુ સર્વપણે પૂરણકામ,

દીનદયાળ બિરદને યાદ કરી સાંભળો મારો સાદ.

 

સંકટ મારાં સર્વ હરો નાથ હવે તો મુક્તિ ધરો;

કહેજો કોણ કરે ઉદ્ધાર, કરો પરમપીડાથી પાર.

 

શક્રસુતતણી કથા વળી કહેજો બાણપ્રતાપ જરી;

નહિ આવે મહિનામાં એક મૃત મુજને તો જોશે છેક.

 

કેમ કરીને ધારું પ્રાણ, જવાના તમે પણ હનુમાન,

જોઈ કરતી શીતળ જાત ફરી દિન ને રાત.

 

(દોહરો)   

સીતાને સમજાવતાં બહુવિધ ધૈર્ય ધરી

વંદી ચરણે પવનસુત ચાલ્યા રામ સ્મરી.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer