गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Monkeys welcomes Hanuman for his heroic work

 

(चौपाई) 

चलत महाधुनि गर्जेसि भारी । गर्भ स्रवहिं सुनि निसिचर नारी ॥
नाघि सिंधु एहि पारहि आवा । सबद किलिकिला कपिन्ह सुनावा ॥ १ ॥
हरषे सब बिलोकि हनुमाना । नूतन जन्म कपिन्ह तब जाना ॥
मुख प्रसन्न तन तेज बिराजा । कीन्हेसि रामचंद्र कर काजा ॥ २ ॥
मिले सकल अति भए सुखारी । तलफत मीन पाव जिमि बारी ॥
चले हरषि रघुनायक पासा । पूँछत कहत नवल इतिहासा ॥ ३ ॥
तब मधुबन भीतर सब आए । अंगद संमत मधु फल खाए ॥
रखवारे जब बरजन लागे मुष्टि प्रहार हनत सब भागे ॥ ४ ॥
(दोहा)
जाइ पुकारे ते सब बन उजार जुबराज ।
सुन सुग्रीव हरष कपि करि आए प्रभु काज ॥ २८ ॥

 

હનુમાનજી પાછા પહોંચતા વાનરો હર્ષનાદથી સ્વાગત કરે છે

 

કરી ગર્જના ચાલતાં ભારી, ડરી સુણતાં નિશાચરનારી;

સિંધુ ઓળંગી પહોંચ્યા પાર હર્ષનાદ કરીને અપાર.

 

હરખ્યા દેખી હનુમંતને સર્વ થયું નૂતન જન્મનું પર્વ;

મુખે ઉલ્લાસ તન પર તેજ જાણ્યાં ચિહ્ન સફળતાનાં .

 

મળી હનુમાનને સુખ પામ્યા, લાવ્યા જીવન અંજનીજાયા,

મળ્યું વ્યાકુળ મીનને પાણી; હવે ચિંતા રહી કશાની.

 

ચાલ્યા હરખીને રામની પાસ કહી સુણતાં નવલ ઈતિહાસ;

આવ્યા મધુવનમાં પછી સઘળા, ફળ આરોગવા માંડયા મધુરાં.

 

(દોહરો)   

ના પાડી સંરક્ષકે ત્યારે માર્યો માર,

નાશી સંરક્ષક ગયા કરતાં આર્ત પુકાર.

 

કહ્યું એમણે કે કરે ઉજ્જડ વન યુવરાજ;

થયો હર્ષ સુગ્રીવને સફળ ગણ્યું પ્રભુકાજ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer