गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Hanuman conveys Sita's message to Ram

 

(चौपाई) 

चलत मोहि चूड़ामनि दीन्ही । रघुपति हृदयँ लाइ सोइ लीन्ही ॥
नाथ जुगल लोचन भरि बारी । बचन कहे कछु जनककुमारी ॥ १ ॥
अनुज समेत गहेहु प्रभु चरना । दीन बंधु प्रनतारति हरना ॥
मन क्रम बचन चरन अनुरागी । केहिं अपराध नाथ हौं त्यागी ॥ २॥
अवगुन एक मोर मैं माना । बिछुरत प्रान न कीन्ह पयाना ॥
नाथ सो नयनन्हि को अपराधा । निसरत प्रान करहिं हठि बाधा ॥ ३ ॥
बिरह अगिनि तनु तूल समीरा । स्वास जरइ छन माहिं सरीरा ॥
नयन स्रवहिं जलु निज हित लागी । जरैं न पाव देह बिरहागी ॥ ४ ॥
सीता कै अति बिपति बिसाला । बिनहिं कहें भलि दीनदयाला ॥ ५ ॥
(दोहा)
निमिष निमिष करुनानिधि जाहिं कलप सम बीति ।
बेगि चलिअ प्रभु आनिअ भुज बल खल दल जीति ॥ ३१ ॥

 

હનુમાનજી રામને સીતાનો સંદેશ સુણાવે છે

 

(દોહરો)   

ચૂડામણિ અર્પ્યો મને વિદાયવેળા નાથ;

રઘુપતિએ ચાંપ્યો તરત એને હૈયાસાથ.

 

લોચનમાં પાણી ભરી વચનો મને કહ્યાં,

કહેજો પ્રેમે મુજવતી પ્રણમી પ્રભુપદમાં.

*

મન ક્રમ વચન ચરણ અનુરાગ કયે અપરાધ કર્યો છે ત્યાગ ?

 

મુજ અવગુણનું મુજને જ્ઞાન વિયોગથી ના છૂટયો પ્રાણ;

નાથ, નયનનો અપરાધ રોકે પ્રાણ એજ દિનરાત.

 

વિરહ અગ્નિ છે શ્વાસ સમીર બાળે ક્ષણમાં તૂલ શરીર;

વરસે જળ લોચન હિતકાજ, જલે દેહ વિરહની આગ.

 

વિપત્તિ સીતાતણી વિશાળ કહું કેમ હે દીનદયાળ ?

 

(દોહરો)   

કરુણાનિધિ, પ્રત્યેક પળ વીતે કલ્પસમાન;

ભુજબળ ખલદલ જીતતાં રક્ષો સીતાપ્રાણ.

 

વિલંબ ના કરશો હવે સીતાને ચાલો

લઈ આવીએ, બિરદને પ્રેમસિંધુ પાળો.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer