गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Sita's news saddens Ram

 

(चौपाई) 

सुनि सीता दुख प्रभु सुख अयना । भरि आए जल राजिव नयना ॥
बचन कायँ मन मम गति जाही । सपनेहुँ बूझिअ बिपति कि ताही ॥१ ॥
कह हनुमंत बिपति प्रभु सोई । जब तव सुमिरन भजन न होई ॥
केतिक बात प्रभु जातुधान की । रिपुहि जीति आनिबी जानकी ॥ २ ॥
सुनु कपि तोहि समान उपकारी । नहिं कोउ सुर नर मुनि तनुधारी ॥
प्रति उपकार करौं का तोरा । सनमुख होइ न सकत मन मोरा ॥ ३ ॥
सुनु सत तोहि उरिन मैं नाहीं । देखेउँ करि बिचार मन माहीं ॥
पुनि पुनि कपिहि चितव सुरत्राता । लोचन नीर पुलक अति गाता ॥ ४ ॥
(दोहा)
सुनि प्रभु बचन बिलोकि मुख गात हरषि हनुमंत ।
चरन परेउ प्रेमाकुल त्राहि त्राहि भगवंत ॥ ३२ ॥

 

સીતાના સમાચારથી રામ વ્યથિત

 

(દોહરો)   

સીતાનું દુઃખ સાંભળી પ્રભુનાં સુખના ધામ

લોચનમાં જાણે રહ્યા ઊઠી અશ્રુજામ.

 

બોલ્યા પ્રભુ મારો છે જેઓને આધાર

તનમનવચને જે ગણે મુજને જીવનસાર

 

વિપત્તિ સ્વપ્ને પણ કહો કેમ તેમને હોય,

મારું શરણ ગ્રહી પડે સંકટમાં શું કોય ?

 

વિપત્તિ હનુમંતે કહ્યું પ્રભુ ખરે છે

સ્મરણભજન ના જીવથી થાય તમારું કે.

 

નિશાચરોની વાત શી, શત્રુને જીતી

મેળવશો સીતા તમે દર્શાવી પ્રીતિ.

 

તમારાસમો અન્ય ના કપિવર, ઉપકારી

સુરનરમુનિ કોઈય ના જગમાં તનધારી.

 

સમજાયે મુજને નહીં કરું શું પ્રતિઉપકાર,

કરજમુક્ત બની શકું સાચે હું કદિકાળ.

 

પ્રભુવચન સુણી વદનને જોઈ પુલકિત અંગ

પડયા પદે રક્ષા કરો બોલીને હનુમંત.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer