गोस्वामी तुलसीदास विरचित

 

Ramcharitmanas

 

ભાવાત્મક પદ્યાનુવાદ  - શ્રી યોગેશ્વરજી

<< HOME | ADHYATMA | AUDIO | BOOKS | BHAJANS | KAVITAMAHABHARAT | RAMAYAN | SARAL GITA | UPANISHAD | MORE >>

 

सुंदरकांड

   
< BACK

Sundar Kand

NEXT >

Preparation begins for attack on Lanka

 

(चौपाई) 

नाथ भगति अति सुखदायनी । देहु कृपा करि अनपायनी ॥
सुनि प्रभु परम सरल कपि बानी । एवमस्तु तब कहेउ भवानी ॥ १ ॥
उमा राम सुभाउ जेहिं जाना । ताहि भजनु तजि भाव न आना ॥
यह संबाद जासु उर आवा । रघुपति चरन भगति सोइ पावा ॥ २ ॥
सुनि प्रभु बचन कहहिं कपि बृंदा । जय जय जय कृपाल सुखकंदा ॥
तब रघुपति कपिपतिहिं बोलावा । कहा चलैं कर करहु बनावा ॥ ३ ॥
अब बिलंबु केहि कारन कीजे । तुरत कपिन्ह कहुँ आयसु दीजे ॥
कौतुक देखि सुमन बहु बरषी । नभ तें भवन चले सुर हरषी ॥ ४ ॥
(दोहा)
कपिपति बेगि बोलाए आए जूथप जूथ ।
नाना बरन अतुल बल बानर भालु बरूथ ॥ ३४ ॥

 

લંકા પર ચડાઇ માટેની તૈયારી કરવામાં આવે છે

 

તન મન વચન જાણતાં દાસ બોલ્યા પ્રભુ સુખ પામી ખાસ,

માગો કપિવર વર અનુકૂળ, આપું સત્વર તે સુખમૂળ.

 

નાથ, ભક્તિ અતિ સુખપ્રદ જે કૃપા કરી દો અવિરત તે;

એવમસ્તુ રઘુનાથ વદ્યા, શાંતિ પવનસુત પરમ લભ્યા.

 

સુણી પ્રભુવચન વદ્યું કપિવૃંદ, જય જય કૃપાળુ સુખકંદ;

પછી કહ્યું રામે કપિરાજ, કરો વિલંબ હવે શા કાજ ?

 

આપો વાનરને આદેશ પ્રતીક્ષા કરો ના લવલેશ.

સુમન વરસતાં સુર તે કાળ ચાલ્યા ગગનથકી તત્કાળ.

 

(દોહરો)   

કપિપતિના આદેશથી આવ્યાં યોદ્ધાજૂથ,

વિવિધ વર્ણનાં અતુલ બળ વાનરભાલુવરૂથ.

 

 
 

 

| Home | Adhyatma | Shri Yogeshwarji | Maa Sarveshwari | SarvaMangal | Swargarohan |  Site Map | News |

|Audio/video| Books | Contacts | Download | FAQ | Feedback | Glossary | Guest Book | Links | Photo Gallery | Search | What's New? |

Copyright © 2002-2008 by Swargarohan, Danta Road, Ambaji, North Gujarat, INDIA.  All Rights reserved. See Disclaimer